
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સહેવાગનો દીકરો હવે ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતો જોવા મળશે. બંને ખેલાડીઓના દીકરાઓને અંડર 19 ટીમમાં સ્થાન મળ્યું છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ માટે ભારતીય અંડર 19 ટીમની જાહેરાત થઈ ચૂકી છે.

જેમાં 15 ખેલાડીઓનું સિલેક્શન થયું છે. તેમાં આર્યવીર સહવાગ અને અનવય દ્રવિડનું નામ સામેલ છે.

આર્યવીર સહેવાગની જો આપણે વાત કરીએ તો. તે પિતાની જેમ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તો રાહુલ દ્રવિડનો દીકરો અન્વય વિકેટકીપર બેટ્સમેન છે. જે મિડિલ ઓર્ડરમાં બેટિંગ કરે છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંડર 19 ટીમને વનડે સીરિઝમાં 21 સપ્ટેમ્બરથી રમવાની છે. 3 મેચની આ સીરિઝ રાજકોટમાં રમાશે. પેહલી વનડે 18 , બીજી વનડે 21 અને ત્રીજી વનડે 23 સપ્ટેમ્બરના રોજ રમાશે.

ભારતની અંડર 19 ટીમના સ્કવોડની જો વાત કરીએ તો લક્ષ્ય રાયચંદાની, યશવર્ધન ચૌહાણ, રજત બધેલ,આર્યવીર સહવાગ,વી.કે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપુત,મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ, વી.યશવીર, રોહિત યાદવ,શાવિન વિનોદ, મોહિત ઉલ્વા,ચિગુરુપતિ વેંકટા અને કાવ્ય પટેલ (All photo : social media)