
ધુરંધર ફેમ આયશા ખાને સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરી ચાહકોને ચોંકાવી દીધા છે. આ સાથે વિચારતા કરી દીધા છે.

આયશા ખાને ઈન્સ્ટાગ્રામ પર એક મિસ્ટ્રી મેન સાથે પોઝ આપતા કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે ડાયમંડની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આયશા ખાને સગાઈના ફોટો શેર કરતા ચાહકો વિચારમાં પડી ગયા છે કે શું ખરેખર આયશાએ સગાઈ કરી છે. વ્હાઈટ આઉટફિટમાં શરારત ગર્લ મિસ્ટ્રી મૈન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ચહેરો છુપાવેલો છે.

મિસ્ટ્રી મેનનો ચહેરો છુપાવી આયશા તેને ગળી લાગતી જોવા મળી રહી છે. ફોટોમાં આયશા ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી રહી છે. ચાહકો સતત સવાલ કરી રહ્યા છે કે, આયશાએ સગાઈ કરી લીધી છે. પરંતુ તેના કેપ્શનથી ખબર પડે કે, પોસ્ટમાં જે જોવા મળી રહ્યું છે. કાંઈ અલગ પણ હોય શકે છે.

આયશાએ અત્યારસુધી પોતાની સગાઈની અફવાઓ પર ઓફિશિયલ જાહેરાત કરી નથી. આ સસ્પેન્સને જાળવી રાખતા બિગ બોસ 17 ફેમ અભિનેત્રીએ કેપ્શનમાં માત્ર એટલું લખ્યું કે, એક સપના, અભિનેત્રીના કેપ્શનથી એવું લાગી રહ્યું છે કે, આ કોઈ જાહેરાતનું પ્રમોશનલ શૂટ હોય શકે છે.

તમને જણાવી દઈએ કે, આયશા ધુરંધરના શરારત ગીત પછી ખુબ ફેમસ થઈ હતી. જેમાં તેની સાથે ક્રિસ્ટલ ડિસુઝા પણ હતી. બંને આ ગીત દ્વારા હિટ રહી હતી.