Breaking News: બ્રેડ-જ્યૂસના ભ્રામક દાવાઓ પર સરકારનો એક્શન, ફૂડ કંપનીઓ પર તવાઈ

બ્રેડ અને જ્યૂસ જેવા ફૂડ પ્રોડક્ટ્સ અંગે ખોટા અને ભ્રામક દાવાઓ સામે CCPAએ કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે બજારમાં હલચલ મચી છે.

| Updated on: Jun 22, 2026 | 11:30 AM
1 / 10
ભ્રામક રીતે “100%” જેવા દાવાઓ કરવા બદલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ અને Mrs. Bectors Food Specialities Ltd.ની “ઇંગ્લિશ ઓવન” બ્રેડ બ્રાન્ડ પર 1-1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સાથે જ બંને કંપનીઓને તેમના પ્રોડક્ટ્સ, વેબસાઇટ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી “100%” સંબંધિત તમામ દાવાઓ તરત હટાવવા આદેશ આપવામાં આવ્યો છે.

2 / 10
CCPAનું કહેવું છે કે બંને કંપનીઓએ જાહેરાતોમાં “100%” શબ્દનો ઉપયોગ એવો કર્યો હતો કે સામાન્ય ગ્રાહકને લાગે કે પ્રોડક્ટ સંપૂર્ણપણે એક જ ઘટકથી બનેલી છે. પરંતુ હકીકતમાં પ્રોડક્ટની રચના અલગ હતી. નિયમ મુજબ જો કોઈ શબ્દની સ્પષ્ટ કાનૂની વ્યાખ્યા ન હોય, તો તેને સામાન્ય ગ્રાહક જે રીતે સમજે તે રીતે જ ગણવામાં આવે છે.

3 / 10
જાંચ દરમિયાન CCPAએ સ્ટોરિયા કંપનીના “100% ટેન્ડર કોકોનટ વોટર” અને અન્ય ફ્રૂટ જ્યૂસ પ્રોડક્ટ્સની પણ તપાસ કરી. આ દાવાઓ કંપનીની વેબસાઇટ, પેકેજિંગ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર દેખાતા હતા.

4 / 10
તપાસમાં જાણવા મળ્યું કે કંપનીનું કોકોનટ વોટર સીધું નાળિયેરમાંથી નહીં પરંતુ પાણી અને કોકોનટ કન્સન્ટ્રેટ મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. આ માહિતી પેકેટ પર ખૂબ જ નાના અક્ષરમાં આપવામાં આવી હતી. ઉપરાંત, પ્રોડક્ટમાં પ્રિઝર્વેટિવ INS 202 નો ઉપયોગ પણ થયો હોવાનું સામે આવ્યું, જેના કારણે “100% નેચરલ” દાવા પર પણ પ્રશ્ન ઉભા થયા છે.

5 / 10
ઇંગ્લિશ ઓવન બ્રેડના જાહેરાતોમાં “100% આટા બ્રેડ”, “100% હોલ વ્હીટ બ્રેડ” અને “100% હોલ વ્હીટ ફ્લોર” જેવા દાવાઓ કરવામાં આવ્યા હતા. આ કેમ્પેઇન અખબારો, સોશિયલ મીડિયા અને વીડિયો પ્લેટફોર્મ પર ચલાવવામાં આવી હતી.

6 / 10
સુનાવણી દરમિયાન કંપનીએ સ્વીકાર્યું કે તેની બ્રેડમાં લગભગ 87% જ હોલ વ્હીટ આટાનો ઉપયોગ થાય છે. એટલે “100% હોલ વ્હીટ” નો દાવો વાસ્તવિક રચનાથી મેળ ખાતો નથી.

7 / 10
CCPAએ નોંધ્યું કે પેકેજિંગ પર Zero Maida અને 100% Whole Wheat Bread જેવા દાવાઓ સાથે રજૂઆત કરવાથી ગ્રાહકોમાં એવો ભ્રમ ઊભો થઈ શકે છે કે પ્રોડક્ટ સંપૂર્ણપણે ઘઉંના લોટથી જ બનેલો છે. કંપનીએ પણ સ્વીકાર્યું કે આવી રજૂઆત થોડું ગેરસમજ ઉભી કરી શકે છે.

8 / 10
કંપનીઓએ દલીલ કરી હતી કે 100% આટા નો અર્થ માત્ર એટલો છે કે અનાજ સંપૂર્ણપણે ઘઉંમાંથી મેળવવામાં આવ્યું છે. પરંતુ CCPAએ આ દલીલ સ્વીકારી નહીં. પ્રાધિકરણનું કહેવું છે કે જાહેરાતોનો અર્થ સામાન્ય ગ્રાહક કેવી રીતે સમજે છે તેના આધારે નક્કી થશે, કંપનીની ટેકનિકલ વ્યાખ્યા પર નહીં.

9 / 10
CCPAએ સ્પષ્ટ કર્યું છે કે ફૂડ પ્રોડક્ટ્સના ગુણવત્તા, પોષણ અને આરોગ્ય સંબંધિત તમામ દાવાઓ સંપૂર્ણ રીતે સાચા અને પ્રમાણિત હોવા જોઈએ. જો કોઈ જાહેરાત અથવા પેકેજિંગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતું સાબિત થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

10 / 10
આ આદેશ Consumer Protection Act, 2019 અને ભ્રામક જાહેરાતો સંબંધિત 2022ના માર્ગદર્શિકા હેઠળ આપવામાં આવ્યો છે. (All Image Photo Credit: Social Media)

Follow Us