Breaking News : ગુજરાતના ભાવિક ભરવાડની નજર Asian Para Games 2026ના મેડલ પર

એશિયન પેરા ગેમ્સ 2026 (Asian Para Games 2026)માં દિલીપ ગાવિત અને ભાવિક ભરવાડે (Bhavik Bharwad)પુરુષોની 400 મીટર T47 સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભાવિક 49.05 સેકન્ડના સમય સાથે હીટ 2 માં બીજા સ્થાને રહ્યો છે. ભાવિક ભરવાડે અનેક દેશમાં ભારતનું પ્રદર્શન કરી મેડલ જીત્યા છે.

| Updated on: Oct 22, 2026 | 10:59 AM
1 / 8
એશિયન પેરા ગેમ્સ 2026 (5મી એશિયન પેરા ગેમ્સ) 18 થી 24 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાઈ રહી છે. જેમાં ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

2 / 8
દિલીપ ગાવિત અને ભાવિક ભરવાડે પુરુષોની 400 મીટર T47 સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો. દિલીપે 50.21 સેકન્ડના સમય સાથે હીટ 1 જીત્યો, જ્યારે ભાવિક 49.05 સેકન્ડના સમય સાથે હીટ 2 માં બીજા સ્થાને રહ્યો. ભાવિકને લેન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચેતવણી પણ મળી હતી.

3 / 8
ભારતીય પેરા-એથ્લીટ ભાવિક ભરવાડે એશિયન પેરા ગેમ્સ 2026 (આઈચી-નાગોયા) માં પુરુષોની 400 મીટર T47 ઇવેન્ટના ફાઇનલ માટે સફળતાપૂર્વક ક્વોલિફાય કર્યું છે. ભાવિક ભરવાડ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ભંડેરજ ગામનો રહેવાસી છે.

4 / 8
ભાવિકની સફળતાની સ્ટોરી ખરેખર પ્રેરણાદાયક છે. જ્યારે તે માત્ર 12 વર્ષનો હતો, ત્યારે 14,000 વોલ્ટથી વીજ કરંટ લાગવાથી એક દુ:ખદ અકસ્માતમાં તેણે પોતાનો એક હાથ ગુમાવ્યો. આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ છતાં, તે મજબૂત રહ્યો.

5 / 8
તેણે ભગવદ ગીતામાંથી પ્રેરણા લીધી અને પોતાને એથ્લેટિક્સ અને પોતાના દેશ માટે મેડલ જીતવા માટે સંપૂર્ણપણે સમર્પિત કરી છે. આજે જાપાનના આઈચી-નાગોયામાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

6 / 8
ભાવિક ભરવાડને 12 વર્ષની ઉંમરે 14000 વોટનો કરંટ લાગ્યો આજે ભારતનું નામ રોશન કરી રહ્યો છે.પુરુષોની 400 મીટર T47 ઇવેન્ટની ફાઇનલ આજે (22 ઓક્ટોબર, 2026) બપોરે 3:25 વાગ્યે યોજાશે. બંને ભારતીય ખેલાડીઓ પાસે દેશ માટે મેડલની આશા રાખે છે.

7 / 8
એશિયન પેરા ગેમ્સ 2026ના પાંચમાં દિવસે ભારત કુલ 70  મેડલ (15 ગોલ્ડ, 23 સિલ્વર અને 28 બ્રોન્ઝ) સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. હજુ પણ અનેક મેડલ જીતવાની આશા છે.

8 / 8
ભારતીય ખેલાડી સુવર્ણા રાજે દેશનો 15મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. પેરાલિમ્પિક ગેમ્સના પાંચમા દિવસે આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ મળી ચૂક્યો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.