
મેસ્સી અને રોનાલ્ડો પછી નેમાર જુનિયર વિશ્વનો ત્રીજો સૌથી મોંઘો ફૂટબોલ ખેલાડી છે, પરંતુ આ ખેલાડીનું જીવન સરળ રહ્યું નથી. નેમાર જૂનિયરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

નેમારનો પરિવાર જુઓ

નેમારનો જન્મ સાઓ પાઉલોના મોગી દાસ ક્રુઝમાં નેમાર સાન્તોસ સિનિયર અને નાદીન દા સિલ્વાના ઘરે થયો હતો અને તેમનો ઉછેર ખ્રિસ્તી ધર્મમાં થયો હતો.તેમને પોતાનું નામ તેમના પિતા પાસેથી વારસામાં મળ્યું, જે ભૂતપૂર્વ ફૂટબોલર છે અને નેમારની પ્રતિભા વધવા લાગી ત્યારે તેઓ તેમના પુત્રના સલાહકાર બન્યા હતા.

2003માં, નેમાર તેના પરિવાર સાથે સાઓ વિસેન્ટે રહેવા ગયો, જ્યાં તેણે યુવા ટીમ પોર્ટુગુએસા સેન્ટિસ્ટા માટે રમવાનું શરૂ કર્યું. પછી, 2003માં, તેઓ સાન્તોસ ગયા, જ્યાં નેમાર સાન્તોસમાં જોડાયો.

તેની યુવા કારકિર્દીની સફળતા અને વધારાની આવક સાથે, પરિવારે તેમની પહેલી મિલકત, સાન્તોસના હોમ સ્ટેડિયમ, વિલા બેલ્મિરોની બાજુમાં એક ઘર ખરીદ્યું. તેમના કૌટુંબિક જીવનમાં સુધારો થયો, કારણ કે 15 વર્ષની ઉંમરે, નેમાર દર મહિને 10000 રિયાસ અને દર મહિને 16,125000 રિયાસ કમાતો હતો.

17 વર્ષની ઉંમરે તેણે પોતાનો પહેલો વ્યાવસાયિક કરાર કર્યો, સાન્તોસ ફર્સ્ટ ટીમમાં અપગ્રેડ થયો, અને તેના પહેલા સ્પોન્સરશિપ પર હસ્તાક્ષર કરવાનું શરૂ કર્યું.

નેમાર જુનિયરના પિતા મજૂરી કામ કરતા હતા, પરંતુ તેમના નવરાશના સમયમાં તેઓ તેમના પુત્રને ફૂટબોલની તાલીમ આપતા હતા. પરિવાર પિતાના પગારથી ઘર ચલાવતો હતો. એક સમયે પરિવારની હાલત એવી થઈ ગઈ કે તેમની પાસે લાઈટનું બિલ ભરવાના પણ પૈસા નહોતા.

ઘરની વીજળી કાપી નાખવામાં આવી. જ્યારે 11 વર્ષનો બાળક શાળાએથી ઘરે પાછો ફર્યો ત્યારે ઘરમાં અંધારું હતું, તેના ખિસ્સામાં થોડા પૈસા હતા, તેણે બજારમાંથી કેટલીક મીણબત્તીઓ ખરીદી, તે મીણબત્તીઓ પ્રગટાવીને ભાઈ-બહેને પોતાનું હોમવર્ક પૂર્ણ કરવાનું શરૂ કર્યું. જોકે આ પછી પરિસ્થિતિ બદલાવા લાગી.

નેમાર પાસે 235 કરોડ રૂપિયાની એક યાટ પણ છે. તેણે તેનું નામ 'નાદીન' રાખ્યું છે જે તેની માતાનું નામ છે. તેની પાસે પોતાનું ખાનગી જેટ પણ છે. નેમાર પાસે કારનું ખુબ મોટું કલેક્શન છે.નેમાર મોટું દાન પણ કરે છે.

નેમાર તેની કમાણીનો લગભગ 10% ભાગ ચર્ચને દાન કરે છે. આ ઉપરાંત, તે દર વર્ષે એક ચેરિટી મેચનું પણ આયોજન કરે છે, આમાંથી મળેલા પૈસા ગરીબોને ભોજન આપવામાં ખર્ચવામાં આવે છે.

નેમાર 19 વર્ષની ઉંમરે પિતા બન્યો હતો. જ્યારે સંપત્તિ અને ખ્યાતિ બંને મેળવી રહ્યો હતો, ત્યારે તેણે કેરોલિના ડેન્ટાસ સાથે લગ્ન કર્યા અને 19 વર્ષની ઉંમરે પિતા બન્યો હતો. તેમણે તેમના પુત્રનું નામ દેવી લુક્કા રાખ્યું હતુ.

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયર ચર્ચામાં આવ્યો છે. 34 વર્ષની ઉંમરે તે પાંચમી વખત પિતા બનવાનો છે.તે તેની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડી સાથે રિલેશનશિપમાં છે. તેને માવી અને મેલ નામની બે પુત્રીઓ પણ છે.ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડી પ્રેગ્નનેટ છે.

જોકે નેમાર પાંચમી વખત પિતા બનવાનો છે, પરંતુ બ્રુના સાથે આ તેનું ત્રીજું બાળક હશે.

આ પહેલા બ્રાઝિલિયન મોડેલ અમાન્ડા કિમ્બ્રેલી સાથે તેના બે અન્ય બાળકો હતા. બ્રુના સાથે તેની બે પુત્રીઓ, માવી અને મેલ છે.
Published On - 7:01 am, Sun, 21 June 26