તમારી આ 4 ખરાબ આદતો બની શકે છે બ્રેન સ્ટ્રોકનું કારણ! નોકરી-ધંધાની દોડધામમાં ક્યારેય ન કરતા આ ભૂલ

રોજની લાઇફસ્ટાઇલની અનેક આદતોની અસર આપણા સ્વાસ્થ્ય પર થતી હોય છે. સ્વસ્થ રહેવા માટે લાઇફસ્ટાઇલમાં જરૂરી ફેરફાર કરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અન્યથા, બેદરકારી ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

| Updated on: Nov 11, 2026 | 9:00 AM
1 / 8
કામની દોડધામમાં ઘણીવાર લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. ઉતાવળમાં નાસ્તો કરવો, ઓફિસમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું અને ઘરે પાછા ફર્યા બાદ થાકને કારણે આરામ કરવો, આ ઘણા લોકોની દિનચર્યાનો ભાગ છે. સમય જતાં આવી આદતો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં બ્રેઇન સ્ટ્રોકનો પણ સમાવેશ થાય છે. (Image Source | iStock)

2 / 8
જ્યારે મગજના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો અટકી જાય અથવા તેમાં અવરોધ ઊભો થાય, કે પછી મગજની કોઈ રક્તવાહિની ફાટી જાય, ત્યારે સ્ટ્રોક આવી શકે છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ધૂમ્રપાન અને બેડ કોલેસ્ટ્રોલનું વધેલું સ્તર સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. (Image Source | iStock)

3 / 8
રોજની ડેલી લાઇફને કારણે ઘણા લોકોને ચાલવા કે કસરત કરવા માટે સમય મળતો નથી. લાંબા સમય સુધી શારીરિક પ્રવૃત્તિનો અભાવ રહેતાં વજન વધી શકે છે અને શરીરની ચયાપચય સંબંધિત પ્રક્રિયાઓ પર વિપરીત અસર થઈ શકે છે. તેના કારણે ટાઇપ-2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. (Image Source | iStock)

4 / 8
હાઈ બ્લડ પ્રેશરને કારણે રક્તવાહિનીઓ પર સતત દબાણ રહે છે. સમય જતાં આ દબાણ મગજની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે મગજમાં લોહીનો પુરવઠો અટકવાનું અથવા રક્તવાહિની ફાટી જવાનું જોખમ વધી શકે છે. (Image Source | iStock)

5 / 8
ખાસ વાત એ છે કે હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા મળતાં નથી. તેથી સમયાંતરે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જરૂરી છે. કામના વધતા ભારને કારણે ઘણા લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. લાંબા સમય સુધી ઊંઘની અછત રહેવાથી બ્લડ પ્રેશર અને ચયાપચયના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. (Image Source | iStock)

6 / 8
આ ઉપરાંત, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા (Obstructive Sleep Apnea) વિશે પણ જાગૃત રહેવું જરૂરી છે. આ એવી સ્થિતિ છે, જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં વારંવાર અવરોધ આવે છે. આવી સમસ્યા હોય તો તબીબી સલાહ લેવી જોઈએ. (Image Source | iStock)

7 / 8
તણાવની અસર વ્યક્તિની લાઇફસ્ટાઇલ પર પણ પડે છે. કેટલાક લોકો તણાવને કારણે ધૂમ્રપાન કરવા લાગે છે. બહારનું ખાવાનું વધારે ખાય છે અથવા કસરત કરવાનું બંધ કરી દે છે. આ આદતોને કારણે વ્યક્તિને સ્ટ્રોક થશે જ એવું કહી શકાય નહીં, પરંતુ તેનાથી સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. તેથી તણાવનું યોગ્ય સંચાલન કરવું, સંતુલિત આહાર લેવો, નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી અને પૂરતી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. (Image Source | iStock)

8 / 8
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. યોગ્ય નિષ્ણાત અને જાણકરાની સલાહ લેવી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.