વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે સાળંગપુર દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.
કષ્ટભંજન હનુમાનજી મંદિરે રોજ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહિવટી વિભાગ દ્વારા ધાર્મિક તહેવારો નિમિત્તે દાદાને અલગ-અલગ પ્રકારના શણગારો કરવામાં આવતા હોય છે.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.14-01-2024ને શનિવારના રોજ કષ્ટભંજનદેવને પતંગ અને દોરીથી શણગારવામાં આવ્યું છે.
આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદા ને ખાસ પ્રકારનો વિશેષ પતંગ દોરા અને લાડુ,ચીકી સહિતની વાનગીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ દાદાને મમરા-તલના લાડુ,કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી,શીંગ-ખજુર-ડ્રાયફ્રૂટ,ટોપરા વિગેરના પાક,કચરિયું વગેરેનો અન્નકૂટ ધરાવીને આવ્યો હતો.