
એટીવીએમ (ATVM) ની વિશેષતાઓ: યાત્રીઓ સ્ટેશન પર આવેલા ATVM મશીનથી પોતે ટિકિટ બુક કરી શકે છે. અહીં પણ યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ઉપલબ્ધ છે. ચુકવણી માટે UPI QR કોડ અને રેલવે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, અને રિચાર્જ પર 3% બોનસ મળે છે. આથી યાત્રીઓને લાઈનોમાં ઊભા રહેવું જરૂરી નથી અને સમય-પૈસાની બચત થાય છે.

પશ્ચિમ રેલવે યાત્રીઓને આ આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. યૂટીએસ એપ અને ATVM મારફતે ટિકિટ બુક કરીને યાત્રીઓ ફક્ત સમય જ બચાવે નહીં, પરંતુ ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં પણ સહભાગી બની શકે છે અને પોતાની યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવી શકે છે.