
આ આસનમાં શરીરનો આકાર ત્રિકોણાકાર બની જાય છે, તેથી આ આસનને ત્રિકોણાસન કહેવામાં આવે છે. આ આસન કરવાથી સાંધાનો દુખાવો તો ઓછો થાય છે પણ પગ અને પગની ઘૂંટીના સ્નાયુઓ પણ મજબૂત થાય છે. આ આસન કરવાથી પીઠ, કમર અને હિપ્સ સ્ટ્રેચ થાય છે. આ યોગ આસન સાયટીકાના દર્દીઓ માટે પણ ઉત્તમ છે. તે કમરના દુખાવામાં પણ રાહત આપે છે. આ આસન કરવા માટે પગ વચ્ચે લગભગ 3-4 ફૂટનું અંતર રાખો અને સીધા ઊભા રહો. હવે જમણા પગને બહારની તરફ ફેરવો, તે પછી તમારો ડાબો હાથ ઊંચો કરો અને જમણા હાથને જમીન સાથે સ્પર્શ કરો. બંને હાથની સ્થિતિ સીધી હોવી જોઈએ.

ડોલ્ફિન પ્લેન્ક પોઝ સામાન્ય પ્લેન્કથી તદ્દન અલગ છે. આ પોઝ હેમસ્ટ્રિંગ્સ અને ખભાને લંબાવે છે અને પગ અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. આવું સતત કરવાથી તમને કમરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મળશે. આ યોગ આસન કરવા માટે, તમારી કોણીને તમારા ખભા પાસે રાખો અને તમારા હાથને જમીન પર રાખો. તે પછી ધીમે ધીમે તમારા પગને સમાંતર પાછળ ખસેડો. તમે આ આસનને 20થી 30 સેકન્ડ સુધી કરી શકો છો.

ઉસ્ત્રાસન એટલે કે કેમલ પોઝ, આમાં તમારે તમારી પીઠ ઉંચી કરવાની હોય છે, તેથી આ પોઝને કેમલ પોઝ કહેવામાં આવે છે. આ યોગ આસન તમારી પીઠના હાડકાને લચીલું બનાવે છે અને સાંધા અને ખભાના દુખાવામાં રાહત આપે છે. આ આસન કરવાથી પીઠના નીચેના દુખાવામાં પણ રાહત મળે છે.