કાઝી તૌકીરને રડતા જોઈને 5 ગીતો ઓફર કરનાર સાજિદ ખાનનો પરિવાર જુઓ

પ્રખ્યાત સંગીતકાર સાજિદ ખાન પ્રખ્યાત સંગીતકાર જોડી સાજિદ-વાજિદનો ભાગ છે. તેમના ભાઈ વાજિદ અલી સાથે મળીને, તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મો માટે સંગીત આપ્યું છે. આજે આપણે સાજિદ ખાનના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Oct 24, 2026 | 7:10 AM
1 / 10
 બોલીવુડના ફેમસ સંગીતકાર, સંગીત નિર્દેશક અને ગાયક વાજિદ ખાન એવા પસંદગીના કલાકારોમાંના એક હતા. જેમના ગીતો ચાહકોને આજે ખુબ પસંદ આવે છે.

2 / 10
 પોતાના પરિવારના સંગીતમય માહોલને કારણે, વાજિદને શરૂઆતમાં જ ગાવામાં રસ પડ્યો અને તેની ઊંડી સમજણ પણ તેમને મળી. તેમને ગિટાર વગાડવાનો પણ શોખ હતો. આ સાથે સાજિદ ખાન પણ મ્યુઝિક તરફ વળ્યો.

3 / 10
સાજિદ અલી ખાનનો પરિવાર જુઓ

સાજિદ અલી ખાનનો પરિવાર જુઓ

4 / 10
"બિગ બોસ 20" માં કાઝી તૌકીરને રડતા જોઈને સંગીતકાર સાજિદ ખાન ભાવુક થયા અને સોશિયલ મીડિયા પર તેમના માટે પોતાનો ટેકો દર્શાવ્યો. સંગીતકાર સાજિદ ખાને કાઝી સાથે પાંચ નવા ગીતોની પણ જાહેરાત કરી.

5 / 10
સાજિદ-વાજિદ એ ભારતીય બોલિવૂડ હિન્દી ફિલ્મ સંગીત નિર્દેશકોની એક જોડી હતી, જેમાં સાજિદ ખાન અને વાજિદ ખાન નામના બે ભાઈઓનો સમાવેશ થતો હતો. તેઓ તબલાવાદક શરાફત અલી ખાનના પુત્રો હતા.

6 / 10
આ બે ભાઈઓમાંથી નાના ભાઈ, વાજિદ ખાનનું 1 જૂન, 2020ના રોજ અવસાન થયું. સાજિદ અલી ખાન એ તબલાવાદક ઉસ્તાદ શરાફત અલી ખાન અને તેમનાં પત્ની રઝીના ખાનના મોટા પુત્ર છે. તેમનાં લગ્ન લુબના ખાન સાથે થયાં છે.

7 / 10
સાજિદે 'એકેડેમી ઓફ એશિયાટિક સિનેમા એન્ડ ટેલિવિઝન'માં અભ્યાસ કર્યો હતો. તેમના નાના (માતાના પિતા) ઉસ્તાદ ફૈયાઝ અહેમદ ખાન હતા, જેમને 'પદ્મ શ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

8 / 10
 વાજિદ અલી ખાન એ કલાકાર અને તબલાવાદક શરાફત અલી ખાન તથા રઝીના ખાનના નાના પુત્ર હતા. તેમણે પોતાના મોટા ભાઈ સાજિદ ખાન સાથે મળીને 'સાજિદ-વાજિદ' નામની કલાકાર જોડી બનાવી હતી.સાજિદ-વાજિદે સૌપ્રથમ 1995માં સલમાન ખાનની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' માટે સંગીત આપ્યું હતું.1999માં, તેમણે સોનુ નિગમના આલ્બમ 'દીવાના' માટે સંગીત તૈયાર કર્યું.

9 / 10
 ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મો માટે સંગીત આપ્યું હતુ. આ સંગીતકાર જોડીએ સલમાન ખાન અભિનીત અનેક ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે. તેઓ રિયાલિટી શો 'સા રે ગા મા પા સિંગિંગ સુપરસ્ટાર' અને 'સા રે ગા મા પા હિન્દી 2012'માં માર્ગદર્શક (મેન્ટર) રહ્યા હતા,

10 / 10
તેમજ તેમણે ટેલિવિઝન રિયાલિટી શો 'બિગ બોસ 4' અને 'બિગ બોસ 6' માટે ટાઈટલ ટ્રેક પણ તૈયાર કર્યા હતા. સાજિદ-વાજિદે IPL 4નું થીમ સોંગ "ધૂમ ધૂમ ધૂમ ધડાકા" પણ રચ્યું હતું, જેમાં ટાઈટલ ટ્રેક વાજિદે ગાયો હતો.

Published On - 7:06 am, Sat, 24 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.