Blood Pressure Measurement : ઘરે BP માપવાની યોગ્ય રીત અને ટિપ્સ, બ્લડ પ્રેશર માપવામાં કેટલો તફાવત સામાન્ય ગણાય? જાણી લો

બ્લડ પ્રેશર (BP) માપતી વખતે ડાબા કે જમણા હાથનો કોઈ નિશ્ચિત નિયમ નથી. શરૂઆતમાં બંને હાથમાં માપવું હિતાવહ છે. નાના તફાવતો સામાન્ય છે, પરંતુ 15 mmHg થી વધુ તફાવત ચિંતાજનક હોઈ શકે છે.

| Updated on: Sep 28, 2026 | 11:35 AM
1 / 7
બ્લડ પ્રેશર માપતી વખતે ઘણીવાર લોકોના મનમાં સવાલ હોય છે કે BP ડાબા હાથમાં માપવું કે જમણા હાથમાં? હકીકતમાં, માત્ર એક જ હાથથી BP માપવાનો કોઈ સાર્વત્રિક નિયમ નથી. સામાન્ય રીતે બંને હાથમાં બ્લડ પ્રેશરની રીડિંગમાં થોડો ફરક જોવા મળી શકે છે અને તે હંમેશા ચિંતાનો વિષય નથી. જોકે, પહેલીવાર BP ચેક કરતી વખતે બંને હાથમાં રીડિંગ લેવી મહત્વપૂર્ણ છે.

2 / 7
બંને હાથમાં BP માપવાનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે ક્યાંક એક હાથમાં સતત બીજા હાથની સરખામણીએ વધારે બ્લડ પ્રેશર તો નથી આવતું ને? જો બંને હાથની રીડિંગ લગભગ સમાન હોય, તો ત્યારબાદ નિયમિત મોનિટરિંગ માટે કોઈપણ એક હાથનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ જો એક હાથમાં વારંવાર વધારે રીડિંગ આવે, તો આગળની તપાસ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની શકે છે.

3 / 7
બંને હાથમાં બ્લડ પ્રેશર થોડું અલગ આવવાના અનેક કારણો હોઈ શકે છે. શરીરની રક્તવાહિનીઓની રચના બંને તરફ સંપૂર્ણપણે સરખી હોતી નથી. આ ઉપરાંત BP માપતી વખતે હાથની સ્થિતિ, શરીરની પોઝિશન, કફનું કદ અને BP માપવાની રીત પણ રીડિંગને અસર કરી શકે છે.

4 / 7
ઉદાહરણ તરીકે, BP માપતી વખતે હાથ હૃદયના સ્તરથી નીચે લટકતો હોય તો રીડિંગ વધારે આવી શકે છે. ખોટા કદનો કફ પણ પરિણામને અસર કરી શકે છે. તેથી માત્ર કયો હાથ પસંદ કર્યો છે તે જ નહીં, પરંતુ BP માપવાની યોગ્ય રીત પણ ખૂબ મહત્વની છે.

5 / 7
બંને હાથનું BP એકસરખું આવવું જરૂરી નથી. થોડા mmHgનો તફાવત સામાન્ય રીતે જોવા મળી શકે છે. NICEની માર્ગદર્શિકા મુજબ બંને હાથ વચ્ચે 15 mmHgથી વધુનો તફાવત મળે તો ફરીથી BP માપવાની સલાહ આપવામાં આવે છે. જો યોગ્ય રીતે વારંવાર તપાસ કર્યા બાદ પણ મોટો તફાવત યથાવત રહે, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

6 / 7
BP માપતા પહેલાં ઓછામાં ઓછા 5 મિનિટ શાંતિથી બેસો. પીઠને ખુરશીનો ટેકો આપો અને બંને પગ જમીન પર સીધા રાખો. પગ ક્રોસ ન કરો. હાથને સમતલ સપાટી પર હૃદયના સ્તરે રાખો અને યોગ્ય કદનો કફ ઉપરના હાથ પર લગાવો. BP માપતી વખતે વાતચીત ન કરો.ઘરે BP માપતા હોવ તો તપાસના આશરે 30 મિનિટ પહેલાં કસરત, ધૂમ્રપાન અને ચા-કોફી અથવા અન્ય કેફીનયુક્ત વસ્તુઓથી દૂર રહેવું યોગ્ય છે. એક રીડિંગ લીધા બાદ ઓછામાં ઓછા એક મિનિટના અંતરે બીજી રીડિંગ લઈ શકાય છે. ટૂંકમાં, BP માત્ર ડાબા કે જમણા હાથમાં જ માપવું જરૂરી નથી. પહેલીવાર બંને હાથમાં BP તપાસવું વધુ મહત્વનું છે. જો બંને હાથની રીડિંગમાં સતત મોટો તફાવત જોવા મળે, તો જાતે નિર્ણય લેવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે.

7 / 7
સામાન્ય રીતે વયસ્ક વ્યક્તિનું બ્લડ પ્રેશર 120/80 mmHg કરતાં ઓછું હોય તો તેને સામાન્ય રેન્જમાં માનવામાં આવે છે. જ્યારે 90/60 mmHg કરતાં ઓછું BP હોય તો તેને લો બ્લડ પ્રેશર તરીકે જોવામાં આવી શકે છે. બીજી તરફ, જો BP વારંવાર 140/90 mmHg અથવા તેનાથી વધુ આવે, તો હાઈ બ્લડ પ્રેશરની શક્યતા રહે છે. જોકે, અલગ-અલગ મેડિકલ ગાઈડલાઈન્સમાં હાઈ BPની મર્યાદા થોડી અલગ હોઈ શકે છે. ખાસ કરીને 180/120 mmHg કે તેથી વધુ BP ખૂબ ઊંચું માનવામાં આવે છે અને જો તેની સાથે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, દ્રષ્ટિમાં ફેરફાર, નબળાઈ અથવા બોલવામાં તકલીફ જેવા લક્ષણો હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે. એક જ વખતની BP રીડિંગના આધારે નિર્ણય ન લેવો જોઈએ; યોગ્ય રીતે માપેલી અનેક રીડિંગનો ટ્રેન્ડ જોવો વધુ મહત્વપૂર્ણ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.