
દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકે (BlackRock) પોતાના પ્રસ્તાવિત બિટકોઈન એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF) માટે 'ફોર્મ 8-A' ફાઈલ કર્યું છે, જે તેના ટૂંક સમયમાં લોન્ચ થવાના સંકેત આપે છે.

ઓફિશિયલ ફાઈલિંગ અનુસાર, BlackRock એ ગુરુવારે iShares Bitcoin Premium Income ETF માટે 8-A ફોર્મ સબમિટ કર્યું. ફોર્મ 8-A એ એક રજીસ્ટ્રેશન સ્ટેટમેન્ટ છે, જેને Securities Exchange Act of 1934 હેઠળ સિક્યોરિટીઝને રજીસ્ટર કરવા માટે Securities and Exchange Commission (SEC) પાસે ફાઈલ કરવામાં આવે છે.

બ્લૂમબર્ગના એનાલિસ્ટ એરિક બાલ્ચુનાસે જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે આનો અર્થ એ થાય છે કે,તેને એક અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે. આથી જો મારે અંદાજ લગાવવો હોય, તો હું કહીશ કે BITA આગામી (ગુરુવારે) લાઈવ થઈ જશે. જો કે, જોઈએ આગળ શું થાય છે." iShares Bitcoin Premium Income ETF, યીલ્ડ (કમાણી) આપતી મિકેનિઝમ સાથે સ્પોટ બિટકોઈન એક્સપોઝર આપે છે. તે મુખ્યત્વે IBIT પર કોલ ઓપ્શન વેચશે, જે BlackRock નો પોતાનો સ્પોટ બિટકોઈન ETF છે અને આ પ્રકારનો સૌથી મોટો ફંડ છે.

8-A સબમિશન, BlackRock દ્વારા ETF માટે ચોથો સુધારો ફાઈલ કરવાના થોડા દિવસો બાદ આવ્યું છે. આ સુધારામાં નક્કી કરવામાં આવ્યું છે કે, ફંડની સ્પોન્સર ફી 0.65% હશે, જે બીજા સ્પર્ધક કવર્ડ-કોલ બિટકોઈન ETF ની સરખામણીમાં ઓછી છે.

ગોલ્ડમેન સેક્સ પણ SEC સાથે મળીને પોતાનો પ્રીમિયમ ઇન્કમ બિટકોઈન ETF લોન્ચ કરવા પર કામ કરી રહ્યા છે, જેને એપ્રિલમાં ફાઈલ કરવામાં આવ્યો હતો. બાલ્ચુનાસે અગાઉ કહ્યું હતું કે, ગોલ્ડમેન સેક્સનો ફંડ 1 જુલાઈની આસપાસ લોન્ચ થવાની આશા છે.