કાળા પડી ગયેલા પીતળના વાસણો મિનિટોમાં ચમકશે, અપનાવો આ 5 સરળ ઘરગથ્થુ નુસખા!

જૂના કે કાળા પડી ગયેલા પીતળના વાસણોની ચમક સમય જતાં ઓછી થઈ જાય છે. જો તમારા ઘરમાં પણ આવા વાસણો પડ્યા હોય, તો સરળ ઘરગથ્થુ વસ્તુઓની મદદથી તેને ફરી ચમકદાર બનાવી શકાય છે.

| Updated on: Sep 19, 2026 | 11:10 AM
1 / 7
પીતળના જૂના કે કાળા પડી ગયેલા વાસણોને ઘરગથ્થુ વસ્તુઓથી ચમકાવવાની સરળ અને અસરકારક રીતો વિશે જાણો. લીંબુ, સરકો, બેકિંગ સોડા અને ટૂથપેસ્ટ જેવા સરળ ઉપાયોથી તમારા વાસણોને ફરી નવી ચમક આપી શકાય છે. (Image Source | iStock)

2 / 7
સામાન્ય અથવા આછા ડાઘ દૂર કરવા માટે અડધા કાપેલા લીંબુ પર થોડું મીઠું લગાવો અને તેને પીતળની સપાટી પર હળવા હાથે ઘસો. લીંબુ અને મીઠાનું આ કુદરતી મિશ્રણ વાસણ પર જમા થયેલી ગંદકીને સરળતાથી સાફ કરીને તેને ચમક આપવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

3 / 7
જો પીતળના વાસણ પર વધારે કાળા ડાઘ પડી ગયા હોય, તો સફેદ વિનેગર અને બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંને વસ્તુઓનું મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ તે પેસ્ટ ડાઘ વાળી જગ્યા પર લગાવીને થોડીવાર રાખી મુકો અને પછી સાફ કરી લો. (Image Source | iStock)

4 / 7
આંબલીના ગૂદા અથવા ટામેટાના રસનો ઉપયોગ કરી શકાય છે. આ રસ અથવા ગૂદાને વાસણ પર લગાવીને થોડી મિનિટો માટે રહેવા દો અને ત્યારબાદ તેને સારા પાણીથી ધોઈ લો. જેથી પીતળની ચમક પાછી આવી જશે. (Image Source | iStock)

5 / 7
ખૂબ જ વધારે જૂના કાળા પડેલા વાસણોને સાફ કરવા માટે લોટ, મીઠું અને વિનેગરનો ઉપયોગ કરી શકાય. આ ત્રણેય વસ્તુઓને સરખા પ્રમાણમાં મેળવીને પેસ્ટ બનાવો અને તેને પીતળના વાસણ પર લગાવીને સાફ કરો. (Image Source | iStock)

6 / 7
હળવા ડાઘ-ધબ્બા દૂર કરવા માટે સાધારણ સફેદ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. થોડી ટૂથપેસ્ટ લઈને તેને કપડા વડે હળવા હાથે ઘસવાથી વાસણમાં ફરીથી ચમક આવી શકે છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.