
બાઈનન્સના એક અહેવાલ મુજબ, નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો લાંબા સમય સુધી નહીં ટકી શકે. આ એક "ડિપ ખરીદવાની" તક હોઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાની વાત કરીએ તો, જ્યારે પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે, ત્યારે બિટકોઇનમાં પણ ઝડપથી સુધારો જોવા મળ્યો છે.

જાન્યુઆરી 2025માં જ્યારે ક્રૂડ તેલના ભાવ $80.50 સુધી પહોંચી ગયા, ત્યારે બિટકોઇન ઘટીને $89,300 થયો પરંતુ ત્યારબાદ તેમાં 22 ટકાનો ઉછાળો આવ્યો અને તેની કિંમત $1,09,300 પર પહોંચી ગઈ.

ઓક્ટોબર 2024માં તેલ $77.50 પર પહોંચ્યું, તો બિટકોઈન $58,900 થી 16% વધીને $68,960 પર પહોંચ્યું. ઓગસ્ટ 2024માં લિબિયામાં તણાવને કારણે તેલ $80 પર પહોંચી ગયું, તો બિટકોઈન $56,150 પર ગગડી ગયું, પછી 16 ટકા વધીને $65,000 પર પહોંચ્યું.

આ પેટર્ન જોતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, હવે આગળ શું થઈ શકે છે? શું BTC $1,19,200 સુધી જશે? જો એ જ જૂની પેટર્ન રિપીટ કરવામાં આવે, તો વર્તમાન $1,02,800ના ઘટાડા પછી, બિટકોઈન 16 ટકા વધી શકે છે.

આનો અર્થ એ થયો કે, 21 જૂન સુધીમાં BTC $1,19,200ની નજીક પહોંચી શકે છે. જો કે, ઘણી વખત અન્ય ઘટનાઓ પણ બજારને અસર કરે છે. સરળ રીતે કહીએ તો યુદ્ધ, સરકારી પ્રતિબંધો અથવા મોટા રોકાણકાર દ્વારા વેચાણ. આથી, રોકાણ કરતા પહેલા રિસર્ચ કરવું અને જોખમ સમજવું મહત્વપૂર્ણ છે.