બાઇક બંધ કર્યા પછી કેમ આવે છે ‘ટિક-ટિક’ અવાજ ? મોટાભાગના લોકો નથી જાણતા કારણ

ઘણી વખત એવું જોવા મળે છે કે બાઇક ચલાવીને પાર્ક કર્યા પછી એન્જિન બંધ થાય છે, છતાં થોડી વાર સુધી તેમાંથી ‘ટિક-ટિક’ જેવો અવાજ આવતો રહે છે. ઘણા લોકો આ અવાજને બાઇકના એન્જિનમાં ખામી હોવાનું સમજે છે, પરંતુ હકીકતમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે, જે વિશે જાણવું જરૂરી છે.

| Updated on: May 10, 2026 | 5:07 PM
1 / 6
બાઇક ચલાવવાનો શોખ ધરાવતા લોકો રસ્તા પર રાઇડનો ભરપૂર આનંદ લે છે. તમે પણ બાઇક ચલાવ્યા પછી જ્યારે તેને પાર્ક કરો છો, ત્યારે ઘણીવાર એન્જિનમાંથી ‘ટિક-ટિક’ જેવો અલગ અવાજ સાંભળવા મળે છે. આ અવાજ શા માટે આવે છે તે અંગે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે, અને તેની પાછળનું કારણ જાણવું રસપ્રદ છે.

2 / 6
બાઇક ચાલતી વખતે એન્જિન અને સાયલેન્સર વધારે ગરમ થઈ જાય છે, જેના કારણે તેમાં રહેલા લોખંડ જેવા ધાતુના ભાગો થોડા ફૂલવા લાગે છે. ( Credits: AI Generated )

3 / 6
એન્જિન બંધ થયા પછી  લોખંડ જેવા ધાતુના ભાગો ધીમે ધીમે ઠંડા થવા લાગે છે અને ફરી પોતાની પહેલાની સ્થિતિમાં આવે છે, ત્યારે ‘ટિક-ટિક’ જેવો અવાજ સંભળાય છે. ( Credits: AI Generated )

4 / 6
આજકાલની નવી બાઇકોમાં સાયલેન્સરની અંદર કેટાલિટિક કન્વર્ટર લગાવવામાં આવે છે, જે વાહનમાંથી નીકળતા હાનિકારક ધુમાડાને ઓછો કરીને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

5 / 6
મોટરસાઇકલમાંથી આવતો ‘ટિક-ટિક’ અવાજ સામાન્ય રીતે નવી મોડેલની બાઇકોમાં વધુ સાંભળવા મળે છે. ખાસ કરીને BS4 અને BS6 બાઇકોમાં આ અવાજ સામાન્ય છે, જ્યારે જૂની બાઇકોમાં આવું ઓછું જોવા મળે છે. નવી બાઇકોમાં લગાવવામાં આવેલ કેટાલિટિક કન્વર્ટર વધારે ગરમ થાય છે અને પછી ઠંડું પડતી વખતે ધાતુના ભાગોમાં ફેરફાર થતાં ‘ટિક-ટિક’ જેવો અવાજ થાય છે. ( Credits: AI Generated )

6 / 6
આ પ્રકારનો અવાજ સામાન્ય ગણાય છે, તેથી ગભરાવાની જરૂર નથી. મોટાભાગે બાઇક પાર્ક કર્યા પછી 5 થી 10 મિનિટમાં આ અવાજ આપમેળે બંધ થઈ જાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

Published On - 5:04 pm, Sun, 10 May 26

Follow Us