Breaking News : ઓડિટમાં દંડનો ‘ડોઝ’ પણ ITR માં ‘રાહત’, ₹5 લાખ સુધીની આવક ધરાવનારાઓ માટે સરકારે લીધો ‘મોટો નિર્ણય’

કેન્દ્ર સરકારે નાણા વિધેયક (Finance Bill) 2026 દ્વારા ટેક્સના નિયમને વધુ કડક બનાવવાનો સંકેત આપી દીધો છે. ખાસ કરીને ઓડિટ સાથે જોડાયેલા મામલાઓમાં હવે બેદરકારી દાખવવી ભારે પડી શકે છે.

| Updated on: Feb 06, 2026 | 3:34 PM
1 / 6
નવા પ્રસ્તાવ મુજબ, જો ઓડિટ રિપોર્ટ અથવા એકાઉન્ટન્ટનો રિપોર્ટ સમયસર ફાઇલ કરવામાં નહીં આવે, તો ભારે દંડ ફટકારવામાં આવશે. સરકારે 'ડિસ્ક્રેશનરી પેનલ્ટી સિસ્ટમ'ને દૂર કરીને હવે એક નિશ્ચિત અને "ગ્રેડેડ ફી" (Graded Fees) વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે અને તેની અસર ટેક્સ વર્ષ 2026-27 થી જોવા મળશે.

2 / 6
ફાઇનાન્સ બિલમાં સેક્શન 428 અને સેક્શન 63 હેઠળ ઓડિટ કમ્પ્લાયન્સ (પાલન) ને સૌથી ઉપર રાખવામાં આવેલ છે. જો કોઈ ટેક્સપેયર નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ખાતાનું ઓડિટ નથી કરાવતો અથવા ઓડિટ રિપોર્ટ ફાઇલ નથી કરતો, તો તેના પર ઓછામાં ઓછો ₹75,000 નો દંડ લાગશે.

3 / 6
ખાસ વાત એ છે કે, જો વિલંબ માત્ર એક દિવસનો હશે, તો પણ ₹75,000 ની ફી ચૂકવવી પડશે. નોંધનીય છે કે, જો આ ભૂલ 30 દિવસથી વધુ ચાલશે, તો દંડ સીધો વધીને ₹1.50 લાખ થઈ જશે. ટૂંકમાં, હવે "થોડું મોડું થઈ ગયું" જેવી કોઈ પણ છૂટછાટ રાખવામાં આવી નથી.

4 / 6
બીજી તરફ, સેક્શન 172 હેઠળ એકાઉન્ટન્ટનો રિપોર્ટ સમયસર જમા ન કરાવવા બદલ પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. જો કોઈ ટેક્સપેયર 'એકાઉન્ટન્ટ રિપોર્ટ' ફાઇલ નહીં કરે, તો પ્રથમ મહિના માટે ₹50,000 ની ફી લાગશે. જો વિલંબ આગળ પણ ચાલુ રહેશે, તો આ રકમ વધીને ₹1 લાખ સુધી પહોંચી જશે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે, ઓડિટ અને પ્રોફેશનલ રિપોર્ટ્સને હળવાશથી લેવાની આદત હવે છોડવી પડશે. આ નિયમ ખાસ કરીને એવા વેપારીઓ અને પ્રોફેશનલ્સને અસર કરશે, જેમના માટે ઓડિટ કરાવવું અનિવાર્ય (ફરજિયાત) હોય છે.

5 / 6
જો કે, સામાન્ય ટેક્સપેયર્સને કેટલીક રાહત પણ આપવામાં આવી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવામાં વિલંબ બદલ લાગતી ફીને મર્યાદિત રાખવામાં આવી છે. સરળ રીતે કહીએ તો, જેમની કુલ આવક ₹5 લાખ સુધીની છે, તેમના માટે આ ફી મહત્તમ ₹1,000 રહેશે.  બીજા કિસ્સાઓમાં મહત્તમ ₹5,000 સુધીની ફી નક્કી કરવામાં આવી છે.

6 / 6
સરકારનું કહેવું છે કે, આ નવી સિસ્ટમથી ટેક્સપેયર્સને નિયમો વધુ સ્પષ્ટ રીતે સમજાશે. એકંદરે, Finance Bill 2026 માં હવે ટેક્સ કમ્પ્લાયન્સ (પાલન) માં કોઈ પણ પ્રકારની બેદરકારી ચાલશે નહીં.