પહેલા જ દિવસે 32 % નફાની ગેરંટી ? માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે ₹650 કરોડનો નવો ‘IPO’, કમાણીની આ તક ચૂકતા નહીં

શેરબજારમાં કમાણી કરવાની વધુ એક ઉત્તમ તક આવી રહી છે. મુંબઈની એક જાણીતી ટેક્સટાઈલ કંપની પોતાનો ₹650 કરોડનો નવો IPO લઈને આવી રહી છે. 8 જુલાઈથી ખુલનારા આ IPO ને લઈને અત્યારથી જ ગ્રે માર્કેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રોકાણકારોને પ્રથમ દિવસે જ તગડો નફો મળવાની આશા છે.

| Updated on: Jul 03, 2026 | 4:18 PM
1 / 7
એન્જિનિયર્ડ ફેબ્રિક્સ બનાવતી મુંબઈની કંપની Kusumgar શેરબજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. કંપનીનો ₹650 કરોડનો IPO 8 જુલાઈથી રોકાણકારો માટે ખુલશે. જણાવી દઈએ કે, રોકાણકારો 10 જુલાઈ સુધી બોલી લગાવી શકાશે. કંપનીએ આ માટે ₹398-419 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રસપ્રદ વાત એ છે કે, ગ્રે માર્કેટમાં કંપનીના શેરની મજબૂત માંગ જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોમાં આ IPO ને લઈને ઉત્સાહ વધી ગયો છે.

2 / 7
ઉપલી પ્રાઇસ બેન્ડ પર કંપનીનું વેલ્યુએશન આશરે ₹4,400 કરોડ થાય છે. જો કે, આ ઈશ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. આનાથી મળનારી રકમ કંપની પાસે નહીં જાય પરંતુ પ્રમોટર શેરધારકોને મળશે. Kusumgar નો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. આનો અર્થ એ છે કે, કંપની કોઈ નવા શેર બહાર પાડી રહી નથી પરંતુ હાલના પ્રમોટર્સ તેમનો હિસ્સો વેચી રહ્યા છે. આ ઈશ્યુ દ્વારા કુલ 1.55 કરોડ શેર વેચવામાં આવશે, જેની કુલ કિંમત ₹650 કરોડ છે.

3 / 7
આ વેચાણમાંથી મળનારી તમામ રકમ પ્રમોટર શેરધારકો સિદ્ધાર્થ યોગેશ કુસુમગાર, સપના સિદ્ધાર્થ કુસુમગાર અને સિદ્ધાર્થ યોગેશ કુસુમગાર HUF પાસે જશે. કંપનીના બિઝનેસના વિસ્તરણ અથવા દેવું ચૂકવવા માટે આ IPO તરફથી કોઈ નવી મૂડી નહીં આવે. કંપનીએ પોતાના કર્મચારીઓ માટે પણ આ ઈશ્યુમાં ખાસ કોટા રાખ્યો છે.

4 / 7
કર્મચારીઓ માટે ₹3.5 કરોડની કિંમતના શેર અનામત રાખવામાં આવ્યા છે અને તેમને ફાઇનલ ઈશ્યુ પ્રાઈસ પર પ્રતિ શેર ₹39 નું ડિસ્કાઉન્ટ (છૂટ) મળશે. આનાથી કર્મચારીઓની કંપનીમાં ભાગીદારી વધારવાનો અને તેમને લાંબાગાળાની વૃદ્ધિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

5 / 7
Kusumgar IPO નો એક લોટ 35 શેરનો રહેશે. ₹419 ની ઉપલી પ્રાઇસ બેન્ડના હિસાબે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછું ₹14,665 નું રોકાણ કરવું પડશે. બીજી તરફ, સ્મોલ HNI રોકાણકારો માટે ઓછામાં ઓછા 14 લોટ એટલે કે 490 શેર ખરીદવા જરૂરી રહેશે, જેના માટે અંદાજે ₹2.05 લાખનું રોકાણ કરવું પડશે.

6 / 7
મોટા HNI રોકાણકારો માટે લઘુત્તમ અરજી 69 લોટ એટલે કે 2,415 શેરની રહેશે, જેની કિંમત આશરે ₹10.12 લાખ થશે. કંપનીના શેરની ફાળવણી (એલોટમેન્ટ) 13 જુલાઈએ થવાની સંભાવના છે, જ્યારે 15 જુલાઈએ NSE અને BSE પર તેનું લિસ્ટિંગ સૂચિત છે. IPO પહેલા ગ્રે માર્કેટમાં Kusumgar ના શેરની સારી માંગ જોવા મળી રહી છે.

7 / 7
નવીનતમ માહિતી અનુસાર, કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) આશરે ₹135 ચાલી રહ્યું છે. જો આ સ્તર લિસ્ટિંગ સુધી જળવાઈ રહેશે, તો ₹419 ની ઉપલી પ્રાઇસ બેન્ડ સામે શેર આશરે ₹554 પર લિસ્ટ થઈ શકે છે. આમ જોવા જઈએ તો, રોકાણકારોને લગભગ 32% લિસ્ટિંગ ગેઈન મળવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

Follow Us