ITCના 37.5 લાખ શેર હોલ્ડર માટે મોટી ખબર, 13.75 રુપિયા ડિવિડન્ડ માટે કંપની કરાવી રહી છે વોટિંગ
ITC શેરના ભાવમાં 5% થી વધુનો વધારો થયો, ITC જે આવક માટે સિગારેટ પર ખૂબ આધાર રાખે છે. ગયા વર્ષે રાષ્ટ્રીય આપત્તિ આકસ્મિક ડ્યુટી (NCCD) માં 16% વધારાને પગલે દરો યથાવત રહ્યા હતા.
1 / 6
નાણાપ્રધાન (FM) નિર્મલા સીતારમને તેમના બજેટ તમાકુ પર કોઈ પણ જાતના ટેક્સ વધારાની જાહેરાત નથી કરી. આ ઘોષણા થયા પછી મંગળવારે ITC શેરના ભાવમાં 5% થી વધુનો વધારો થયો, ITC જે આવક માટે સિગારેટ પર ખૂબ આધાર રાખે છે. ગયા વર્ષે રાષ્ટ્રીય આપત્તિ આકસ્મિક ડ્યુટી (NCCD) માં 16% વધારાને પગલે દરો યથાવત રહ્યા હતા. ITC બેન્ચમાર્ક ઇન્ડાઈસિસ, નિફ્ટી 50 અને સેન્સેક્સ પર ટોચના પર્ફોર્મર્સમાં હતું. જોકે ITC તેના શેર હોલ્ડરો માટે ડિવિડન્ટ આપવા વોટિંગ કરાવી રહી છે જેનાથી શેર ધારકોને મોટો ફાયદો થઈ શકે છે.
2 / 6
ITC શેરના ભાવમાં તાજેતરમાં સારા વોલ્યુમ સાથે ઉછાળો જોવા મળ્યો છે, જે એક સકારાત્મક સંકેત છે. સ્ટોક સ્ટોરી લખાતા સુધીમાં 490 ની આસપાસ પહોચવા આવ્યો છે. જોકે બજેટની જાહેરાત પહેલા કંપની તેના શેર હોલ્ડરોને ડિવિડન્ડ માટે વોટિંગ કરાવી રહી છે.
3 / 6
મળતી માહિતી મુજબ ITC પ્રતિ શેર Interim Dividend of Rs. 6.25 અને Ordinary Share of Re. 1 આ અને આ સાથે નાણાકીય વર્ષ માટે final dividend 7.50ની જાહેરાત કરી છે ત્યારે ટોટલ Rs 13.75 માટે કંપની તેના શેર હોલ્ડરો પાસે વોટિંગ કરાવી રહી છે.
4 / 6
આ બાદ કંપની એન્ડ વર્ષ સુધી ડિમર્જની પણ તૈયારી કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ITC તેનો હોટલ બિઝનેસ અને FMGC બિઝનેસ બન્નેને અલગ કરી શકે છે જે અંગેની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
5 / 6
ITC કંપનીની વાત કરીએ તો તે 1910 માં સ્થપાયેલ સિગારેટ ઉત્પાદક અને વેચાણકર્તા કંપની છે. ITC હાલમાં પાંચ બિઝનેસ સેગમેન્ટમાં કામ કરે છે - FMCG સિગારેટ્સ, FMCG અન્ય, હોટેલ્સ, પેપરબોર્ડ્સ, પેપર અને પેકેજિંગ અને એગ્રી બિઝનેસ.
6 / 6
આ કંપનીના શેર હોલ્ડરની વાત કરીએ તો કંપનીમાં ઈન્વેસ્ટ કરતા ઈન્ટવેસ્ટર્સ 37,56,541 છે ત્યારે આ ડિવિડન્ડને કારણે આ તમામ રોકાણકારોને મોટો ફાયદો થશે