
જૂનમાં જ શેરધારકો પાસેથી આ ડિમર્જરની મંજૂરી મળી ગઈ હતી. સ્પર્ધાના નિયમનકાર CCI તરફથી મે મહિનામાં મંજૂરી મળી હતી. ITCએ કહ્યું છે કે તેનો હોટેલ બિઝનેસ હવે પરિપક્વ થયો છે અને કંપની હવે એક અલગ એન્ટિટી તરીકે વૃદ્ધિ માટે તૈયાર છે. કંપનીએ ઓગસ્ટ 2023માં તેના હોટલ બિઝનેસના ડિમર્જરની જાહેરાત કરી હતી. આ ડિમર્જર સ્કીમ હેઠળ, ITC હોટેલ્સમાં 40% હિસ્સો ધરાવે છે. બાકીનો 60% હિસ્સો ITC શેરધારકો પાસે રહેશે.

સપ્ટેમ્બરના અંત સુધીમાં, હોટેલ બિઝનેસના ડિમર્જરના અહેવાલો વચ્ચે આ સ્ટોક BSE પર પ્રતિ શેર ₹528.55ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચવામાં સફળ રહ્યો હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન આ શેરમાં લગભગ 4.5% નો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ITC હોટેલ બિઝનેસની આવક વાર્ષિક ધોરણે 12.1% વધી છે. આ સમયગાળા દરમિયાન, EBITDA માર્જિનમાં 70 બેસિસ પોઈન્ટ્સનો સુધારો જોવા મળ્યો હતો.