
ભારત કોકિંગ કોલના IPO માંથી અડધો એટલે કે 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB) માટે અનામત (Reserved) રાખવામાં આવેલ છે, જ્યારે 35% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અને 15% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે છે. આ ઈશ્યૂમાં ₹107 કરોડના શેર કોલ ઈન્ડિયાના એવા શેરહોલ્ડર્સ માટે અનામત રાખવામાં આવ્યા છે કે, જેમના પાસે 1 જાન્યુઆરી 2026 અથવા તે પહેલાથી કોલ ઈન્ડિયાના શેર પોર્ટફોલિયોમાં છે.

ગ્રે માર્કેટની એક્ટિવિટીને ટ્રેક કરતાં પ્લેટફોર્મ્સ અનુસાર, Bharat Coking Coal ના શેરનો GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) અનરેગ્યુલેટેડ માર્કેટમાં 70 ટકા સુધી પહોંચી ગયો છે. InvestorGain દ્વારા આ શેરનો GMP 16 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે કે, આ IPO માં રોકાણ દ્વારા લગભગ 69.57 ટકા લિસ્ટિંગ ગેઇન્સની અપેક્ષા રાખી શકાય છે. IPO Watch દ્વારા પણ GMP 70 ટકા જેટલો પહોંચી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભારત કોકિંગ કોલના IPO હેઠળ ₹10 ફેસ વેલ્યૂવાળા 46.57 કરોડ શેર ઈશ્યૂ કરવામાં આવશે પરંતુ આ તમામ શેર ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ આવશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ શેર કંપનીના પ્રમોટર 'કોલ ઇન્ડિયા' દ્વારા વેચવામાં આવી રહ્યા છે, જે તેનો 10% હિસ્સો ઘટાડી રહી છે.