Breaking News: દલાલ સ્ટ્રીટથી મોટા સમાચાર બહાર આવ્યા! ‘1 ફેબ્રુઆરી’ રવિવારના દિવસે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?

'1 ફેબ્રુઆરી'ના રોજ રવિવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરવામાં આવશે. એવામાં સવાલ એ છે કે, શું રવિવારના દિવસે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?

| Updated on: Jan 16, 2026 | 7:46 PM
1 / 6
સરકારે સંસદના બજેટ સત્રની જાહેરાત કરી દીધી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 12 જાન્યુઆરીના રોજ પુષ્ટિ કરી હતી કે, 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2026 દિવસના 11 વાગ્યે રજૂ કરવામાં આવશે.

2 / 6
કેન્દ્રીય બજેટ દર વર્ષે લોકસભામાં રજૂ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે. એવામાં બજેટના દિવસે એટલે કે  1 ફેબ્રુઆરીને રવિવારે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?

3 / 6
BSE અને NSE એ 16 જાન્યુઆરીના રોજ મોટી એક જાહેરાત કરી છે. બંને એક્સ્ચેન્જે જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટ રજૂ થવાના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ બંને એક્સચેન્જ ખુલ્લા રહેશે. ટૂંકમાં, 1 ફેબ્રુઆરી એટલે કે રવિવારે શેરબજાર ખુલવા અંગેનું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે.

4 / 6
BSE અને NSE એ જણાવ્યું છે કે, 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર હોવા છતાં 'એક્સચેન્જ' સ્ટાન્ડર્ડ ટાઈમ (નિયમિત સમય) મુજબ ખુલશે અને બંધ થશે. NSE એ આ અંગે એક સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે.

5 / 6
સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, "મેમ્બર્સે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, કેન્દ્રીય બજેટ રજૂ થવાના કારણે એક્સચેન્જમાં 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે. એક્સચેન્જ સ્ટાન્ડર્ડ ટાઈમિંગ મુજબ ખુલશે અને બંધ થશે". આનો અર્થ એ છે કે, એક્સચેન્જ સવારે 9:15 થી સાંજના 3:30 વાગ્યાની વચ્ચે ખુલ્લું રહેશે.

6 / 6
ભારતીય શેરબજાર માટે શનિવાર અને રવિવારનો દિવસ સાપ્તાહિક રજાનો હોય છે. જો કે, વિશેષ પરિસ્થિતિઓમાં શનિવાર કે રવિવારે પણ શેરબજારમાં ટ્રેડિંગ થતું હોય છે. મળતી માહિતી મુજબ,  તાજેતરના સમયમાં આ પ્રથમ વખત હશે કે, જ્યારે દલાલ સ્ટ્રીટ પર રવિવારના દિવસે ટ્રેડિંગ થશે.

Published On - 7:03 pm, Fri, 16 January 26