
ભારત ફોર્જ લિમિટેડના શેર તેના ઓલ ટાઈમ હાઈ લેવલ 1290 રૂપિયા પહોંચ્યા હતા. શેર આજે 10 જાન્યુઆરીના રોજ 1285.30 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. એક સમાચાર આવ્યા બાદ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો.

કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, તમિલનાડુ સરકાર સાથે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે મુજબ આવનારા 5 વર્ષમાં ભારત ફોર્જ લિમિટેડ 1000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે.

તમિલનાડુ ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન MoU હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કંપનીનો શેર ગઈકાલે એટલે કે મંગળવારે 1268.35 ના સ્તરે ખૂલ્યો હતો. થોડા સમય બાદ શેર 1291 રૂપિયાની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. બજાર બંધ સમયે કંપનીના એક શેરના ભાવ 1272 રૂપિયા હતા.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો કંપનીના શેરના ભાવમાં 4.55 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો રૂપિયામાં ગણતરી કરીએ તો 56.05 રૂપિયાનું રિટર્ન આપ્યું છે. 1 મહિનામાં શેર 7.82 ટકા વધ્યો છે અને રોકાણકારોને 93.35 રૂપિયાનું વળતર આપ્યું છે.

ભારત ફોર્જ લિમિટેડે રોકાણકારોને છેલ્લા 6 માસમાં 50 ટકાથી વધારેનો નફો કરાવ્યો છે. જો રૂપિયામાં ગણતરી કરીએ તો તે 433.50 રૂપિયા થાય છે. તમને જણાવી દઈએ કે, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 45 ટકાથી વધારે છે.
Published On - 4:06 pm, Wed, 10 January 24