Sagar Solanki |
Nov 22, 2024 | 11:12 PM
23 નવેમ્બર, 2024 ના રોજ કાલ ભૈરવ જયંતી છે એટલે કે કલાષ્ટમી. આ દિવસે બે એવા કામ છે જે કરવાથી જીવનની તમામ નકરાત્મકતા દૂર થાય છે.
સૌ પ્રથમ તમારે મહાદેવના મંદિરે જવાનું છે, અને અહીં ધૂપ સળગાવવાનો છે, બાદમાં આ ધૂપની રાખ લઈ તમારા કપાળ પર તિલક કરવાનું છે.
તિલક કરતી વખતે તમારે 8 વાર ૐ કાલ ભૈરવાય નમઃ બોલવાનું છે. જેનાથી તમારા જીવનમાં તમામ નકારાત્મકતા દૂર થશે.
બીજું છે તમારે ચો મુખી દીવો લેવાનો છે. અને દીવો સળગાવી તેમાં કાળા તલ નાખવાના છે.આ કાળા તલ નાખતી વખતે એ વિચારવાનું છે જે ઈચ્છાઓ તમે રાખો છો.
આ સાથે તલ નાખતી વખતે તમારે ૐ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો ઉચ્ચાર પણ કરવાનો છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)
Published On - 11:04 pm, Fri, 22 November 24