ધનતેરસ પર તુલસીના આ ઉપાયથી વધશે ધન-સંપત્તિ ! જાણો A ટુ Z માહિતી
દર વર્ષે કારતક મહિનામાં ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તુલસીના ઉપાયો થકી તમને ખૂબ પુણ્ય મેળવી શકશો.
1 / 5
ધનતેરસ પર તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. તહેવારના આ મહિનામાં તુલસીનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં ધનતેરસ પર તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે, જેને કરવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે.
2 / 5
ધનતેરસની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનમાં વધારો થાય છે. આ સિવાય તુલસીની સામે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
3 / 5
ધનતેરસ પર તુલસીને કાચું દૂધ ચઢાવો. તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તુલસી પર કાચું દૂધ ચઢાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે.
4 / 5
આ સિવાય ધનતેરસ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીની માળા ચઢાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
5 / 5
ધનતેરસ પર આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. તેની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે)