ગીતાના આ 5 મંત્રો મુશ્કેલ સમયમાં બનશે તમારા ‘સક્સેસ મંત્ર’

આજના સમયમાં આપણે કરિયર, રિલેશનશિપ અને મનની અશાંતિ વચ્ચે અટવાયેલા છીએ. આપણે મોંઘા મોટિવેશનલ ક્લાસ ભરીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે દુનિયાની સૌથી મોટી ‘મેનેજમેન્ટ ગાઇડ’ હજારો વર્ષોથી આપણી પાસે જ છે – શ્રીમદ્ ભગવદ્ ગીતા!

| Updated on: Mar 18, 2026 | 5:04 PM
1 / 5
પરિણામના ડરથી મુક્તિ અને કર્મ પર એકાગ્રતા: જીવનમાં સફળતા મેળવવા માટેનો સૌથી મોટો મંત્ર ‘કર્મ યોગ’ છે. કૃષ્ણ કહે છે કે,   "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન" | "મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોડસ્ત્વકર્મણિ "  આજનો યુગ ટાર્ગેટ અને ડેડલાઇનનો છે. આપણે કામ પૂરું થાય તે પહેલાં જ તેના પરિણામ કે નફા-નુકસાનનો વિચાર કરીને તણાવમાં આવી જઈએ છીએ. કૃષ્ણ સમજાવે છે કે તમારો અધિકાર માત્ર ‘કર્મ’ પર છે, તેના ‘ફળ’ પર નહીં. જ્યારે તમે રિઝલ્ટની ચિંતા છોડીને પૂરી ઉર્જા પ્રોસેસમાં લગાવો છો, ત્યારે કામની ક્વોલિટી શ્રેષ્ઠ બને છે અને સફળતા આપોઆપ મળે છે.

2 / 5
આત્મવિશ્વાસ અને સ્વ-ઉદ્ધારનો માર્ગ: તમારી પ્રગતિ માટે તમે પોતે જ જવાબદાર છો. ગીતાનો આ શ્લોક આત્મનિર્ભરતા શીખવે છે કે,   "ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્" | "આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મન"  ઘણીવાર આપણે આપણી નિષ્ફળતા માટે બીજાને દોષ આપીએ છીએ અથવા કોઈ ચમત્કારની રાહ જોઈએ છીએ. પરંતુ ગીતા કહે છે કે માણસે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ. જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો તો તમે તમારા સૌથી મોટા ‘મિત્ર’ સાબિત થશો, અને જો તમે હિંમત હારી જશો તો તમે જ તમારા સૌથી મોટા ‘શત્રુ’ બની જશો. તમારી માનસિકતા જ તમને વિજેતા બનાવે છે.

3 / 5
અશાંત મનને કાબૂમાં કરવાની માસ્ટર કી: આજના ડિસ્ટ્રેક્શનના યુગમાં મન સ્થિર રાખવું એ સૌથી મોટું પડકાર છે. જ્યારે અર્જુને મન ભટકવાની ફરિયાદ કરી ત્યારે કૃષ્ણ કહ્યું કે,   "અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્" | "અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે"  સોશિયલ મીડિયા અને બાહ્ય આકર્ષણો વચ્ચે મન પવનની જેમ ચંચળ રહે છે. કૃષ્ણ અહીં બે ટેકનિક આપે છે: 'અભ્યાસ' (Continuous Practice) અને 'વૈરાગ્ય' (Detachment). કોઈ પણ લક્ષ્ય મેળવવા માટે સતત પ્રેક્ટિસ જરૂરી છે. જે વસ્તુ તમારા લક્ષ્યમાં અવરોધ બને છે તેનાથી દૂર રહેવું (વૈરાગ્ય) એ જ સફળતાનો સાચો રસ્તો છે.

4 / 5
સુખ-દુઃખમાં સ્થિરતા (ઇમોશનલ ઇન્ટેલિજન્સ): સફળ લીડર એ છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચલિત ન થાય. ગીતામાં કૃષ્ણ ‘સ્થિતપ્રજ્ઞ’ ના લક્ષણો જણાવતા કહે છે કે,   "દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહ" | "વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે"  જિંદગી રોલર-કોસ્ટર જેવી છે, ક્યારેક અત્યંત સુખ તો ક્યારેક ગંભીર દુઃખ. ગીતા આપણને ઈમોશનલ બેલેન્સ શીખવે છે. જે વ્યક્તિ અતિશય સુખમાં છકી જતી નથી અને દુઃખમાં ભાંગી પડતી નથી, તેમજ જે ભય અને ક્રોધથી મુક્ત છે, તેની જ બુદ્ધિ સ્થિર રહે છે. આ સ્થિર બુદ્ધિ જ તમને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે.

5 / 5
ક્રોધ પર નિયંત્રણ અને બુદ્ધિનો બચાવ: ગુસ્સો એ માણસની વિચારવાની ક્ષમતાને ખતમ કરી નાખે છે. એંગર મેનેજમેન્ટ માટેનો આ શ્રેષ્ઠ શ્લોક છે કે,   "ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમ" | "સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ"  જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે આપણી તર્કશક્તિ (Logic) મરી જાય છે. ગીતા ચેતવણી આપે છે કે ક્રોધથી ભ્રમ પેદા થાય છે, જે બુદ્ધિનો નાશ કરે છે અને અંતે માણસનું પતન થાય છે. કોઈપણ વિવાદ કે મુશ્કેલીના સમયે શાંત રહીને લીધેલો નિર્ણય જ તમને મોટી બરબાદીથી બચાવી શકે છે.

Follow Us