
આ દુકાન માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, શોપ લાયસન્સ અને જરૂર પડે તો GST રજિસ્ટ્રેશન પણ આવશ્યક બને છે. સાધનોમાં કાઉન્ટર, શેલ્ફ, પેકિંગ સામગ્રી, વજન કાંટો, થેલીઓ અને ડેકોર સામગ્રીની જરૂર પડે છે.

જો તમે દુકાનમાં ડિજિટલ બિલિંગ સિસ્ટમ (જેમ કે બિલ પ્રિન્ટર અથવા POS મશીન) અને ધાર્મિક સંગીત માટે સાઉન્ડ સેટિંગ (જેમ કે આરતી કે મંત્રો)ને ધ્યાનમાં દોરશો, તો ગ્રાહકો પર વધુ સારો પ્રભાવ પડશે અને દુકાન વધુ આકર્ષક લાગશે.

દુકાનમાં તમે અનેક પ્રકારની ધાર્મિક સામગ્રી રાખી શકો છો. ટૂંકમાં કહીએ તો, અગરબત્તી, ધૂપ, દેવી-દેવતાઓના ફોટા, મુર્તિઓ, આરતી થાળી, તિલક-ચંદન, ઘી, માળા, નારિયેળ, ખાંડ, મીઠું, પાન, હળદર, પૂજન કિટ, નવગ્રહ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ વગેરે.

આ તમામ વસ્તુઓ તમે સ્થાનિક વેપારીઓ પાસેથી કે હોલસેલ માર્કેટમાંથી ખરીદી શકો છો. પૂજા સામગ્રીની દુકાન માટે હોલસેલમાંથી માલ ખરીદવો હોય તો ગુજરાતમાં અમદાવાદ અને સુરત એ બે મોટા વિકલ્પ છે. આ સિવાય મુંબઈમાં દાદર ફૂલ માર્કેટ પણ હોલસેલ માલ માટે એક સારો વિકલ્પ છે.

માર્કેટિંગ માટે શરુઆતમાં વ્હોટ્સએપ સ્ટેટસ, લોકલ ગ્રુપમાં શેરિંગ, પેમ્ફલેટ વિતરણ અને નાની નાની ઓફર્સથી પણ ગ્રાહકોને તમારી બાજુ ખેંચી શકો છો. તહેવારોના સમયે ખાસ કીટ તૈયાર કરો, જેવી કે રક્ષાબંધન કીટ, દિવાળી પૂજન પેક, નવરાત્રી પ્રસાદ કીટ વગેરે. ગ્રાહકોને હોમ ડિલિવરીની પણ સર્વિસ આપવાનું શરૂ કરો.

પૂજાપાનો આ બિઝનેસ માત્ર ધંધો નથી પરંતુ ભક્તિ સાથે જોડાયેલ આવકનું સાધન પણ છે. શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા સાથે આ બિઝનેસ શરૂ કરશો તો તમારી જીવનનૈયા પાર થઈ જશે.