
શું તમારા શ્વાનના વાળ ખરવા, ટાલ પડવા કે એકંદરે પાતળા થવાનો અનુભવ થઈ રહ્યો છે? જે એલર્જી, મોસમી વાળ ખરવા અથવા ઉંદરી જેવી એલોપેસિયાના કારણે થઈ શકે છે.

શ્વાનના વાળ ખરવા માટેના ઘરગથ્થુ ઉપાયો તમે અપનાવી શકો છો. જેમાં તમે ખોરાકમાં 1-2 ચમચી નાળિયેર તેલ ઉમેરી અઠવાડિયામાં 3-4 વખત આપી શકો છો. આ ઉપરાંત કોકોનટ ઓઈલથી માલિશ પણ કરી શકો છો.

તમારા શ્વાનના ખોરાકમાં અડધી ચમચી આમળા પાવડર ઉમેરો. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.

આ ઉપરાંત અઠવાડિયામાં 2-3 વખત બોઈંલ એગ ખવડાવી શકો છો. તેમાં પ્રોટીન અને બાયોટિન હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.

તેમજ ઓમેગા-3 ફેટી એસિડ્સ ના ઉણપના કારણે પણ વાળ ખરે છે. તમારા શ્વાનના ખોરાકમાં 1 ચમચી અળસી પાવડર ઉમેરો. અથવા 1 ચમચી માછલીનું તેલ આપો.

શ્વાનની ત્વચા પર શુદ્ધ એલોવેરા જેલથી હળવા હાથે મસાજ કરી શકો છો. તે ત્વચાને ડ્રાય થતા બચાવે છે. આ ઉપરાંત દરરોજ 10-15 મિનિટ માટે બ્રશ કરો. આ મૃત વાળ દૂર કરે છે અને નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

પરંતુ કેટલાક સંજોગોમાં ઘરેલું ઉપાય ક્યારે ન અપનાવો જોઈએ. ગોળાકાર ટાલના ડાઘ પડવા, શ્વાનમાંથી દુર્ગંધ આવવી,રક્તસ્ત્રાવ અથવા ચામડી પરના પોપડા ઉખડી જાય,તીવ્ર ખંજવાળ,વાળ ખરવાનું અચાનક વધી જવું ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. પશુના આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)