
સેલેરી એકાઉન્ટથી તમે તમારી બેંકના ATM માંથી ફ્રી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે, જેઓ નિયમિતપણે ATM નો ઉપયોગ કરે છે.

સેલેરી એકાઉન્ટ ધરાવતા લોકોને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે, એટલે કે ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા ન હોવા છતાં પણ તેઓ ઇમરજન્સીમાં પૈસા કાઢી શકે છે. ટૂંકમાં આ એક પ્રકારની લોન છે, જેની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે.

સેલેરી એકાઉન્ટમાં ફ્રી ચેકબુક અને ડેબિટ કાર્ડનો પણ લાભ મળે છે. એકાઉન્ટ હોલ્ડર અનલિમિટેડ ફ્રી ચેકબુક લઈ શકે છે. આ સાથે જ ગ્રાહકોને પ્રીમિયમ પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ ફ્રી મળે છે. જો કે, ઘણીવાર અલગ-અલગ બેંકોમાં નિયમો અલગ જોવા મળતા હોય છે.