Phone Tips : એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન વેચતા પહેલા કરી લેજો આ કામ, નહીં તો મુશ્કેલીમાં મુકાશો

|

Sep 28, 2024 | 11:18 AM

જો તમને જૂના સ્માર્ટફોનની સારી કિંમત મળે, તો તેને વેચવું એ નફાકારક સોદો બની શકે છે. પરંતુ તમારો ફોન કોઈને વેચતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આ બાબતો પર ધ્યાન ન આપો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો જાણીએ કે જૂનો સ્માર્ટફોન વેચતા પહેલા શું કરવું જોઈએ.

1 / 8
આજના યુગમાં, જ્યારે સ્માર્ટફોન આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયો છે, ત્યારે જૂના ફોનનું વેચાણ કરવું પણ એક સામાન્ય બાબત બની ગઈ છે. જો તમે નવો ફોન ખરીદવા માટે તમારો જૂનો ફોન વેચીને પૈસા એકત્ર કરવા માંગતા હો કે નવો ફોન તેના બદલામાં લેવા માંગતા હોવ, તો તમારો જૂનો ફોન વેચવો એ એક સારો વિકલ્પ બની શકે છે. પરંતુ, તમારો જૂનો ફોન વેચતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમને નુકસાન થઈ શકે છે.(ફોટો ક્રેડિટ- Getty Image)

2 / 8
તમારો જૂનો સ્માર્ટફોન વેચતા પહેલા કેટલાક કાર્યો પૂર્ણ કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે થોડી પણ બેદરકારી રાખશો તો ઘણું નુકસાન થઈ શકે છે. પહેલા ચાલો જાણીએ કે જો તમે આ ટાસ્કને પૂર્ણ કર્યા વિના તમારો જૂનો સ્માર્ટફોન વેચી દેશો તો શું થશે? જો તમે તમારો ફોન યોગ્ય રીતે રીસેટ કર્યો નથી, તો તમારો વ્યક્તિગત ડેટા, જેમ કે કોન્ટેક્ટ, મેસેજ, ફોટા અને વિડિયો, ખરીદનાર વ્યક્તિના હાથમાં આવી શકે છે.(ફોટો ક્રેડિટ- Getty Image)

3 / 8
તમારો જૂનો ફોન વેચતા પહેલા આ 5 કાર્યો પૂર્ણ કરવા મહત્વપૂર્ણ છે. જો નહીં કરો તો તમારો બધો જ ડેટા સામેની વ્યક્તિ પાસે જતો રહેશે આને આમ તમે મુશ્કેલીમાં આવી શકો છો.(ફોટો ક્રેડિટ- Getty Image)

4 / 8
1. ડેટાનો બેકઅપ: ફોન ડેટા ખૂબ જ મૂલ્યવાન છે. એકવાર ખોવાઈ જાય પછી તેને પાછું લાવવું ખૂબ મુશ્કેલ છે. તેથી, તમારો ફોન વેચતા પહેલા, ચોક્કસપણે ડેટાનો બેકઅપ લો. તમે કોન્ટેક્ટ્સ, કોલ હિસ્ટ્રી, મેસેજ, ફોટો, વીડિયો અને ફાઇલ્સ વગેરેનો બેકઅપ લઈ શકો છો. તમે Google ડ્રાઇવ, iCloud અથવા અન્ય કોઈપણ ક્લાઉડ સ્ટોરેજ સેવાનો ઉપયોગ કરીને બેકઅપ લઈ શકો છો. એ પણ તપાસો કે તમારું બેકઅપ અપ-ટૂ-ડેટ છે.(ફોટો ક્રેડિટ- Getty Image)

5 / 8
2. Google એકાઉન્ટ્સ અને સોશિયલ મીડિયામાંથી લોગઆઉટ કરો: તમારા ફોનમાંથી તમારા બધા Google એકાઉન્ટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લોગઆઉટ કરો. આ નવા માલિકને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવાથી અટકાવશે. (ફોટો ક્રેડિટ- Getty Image)

6 / 8
3. મેમરી કાર્ડ અને સિમ કાર્ડ કાઢી નાખો: જો તમારા ફોનમાં મેમરી કાર્ડ છે, તો તેને બહાર કાઢો અને તેને તમારી પાસે રાખો. તમારા ફોનમાંથી સિમ કાર્ડ પણ કાઢી લો. આ સાથે કોઈ તમારા સિમનો દુરુપયોગ કરી શકશે નહીં.(ફોટો ક્રેડિટ- Getty Image)

7 / 8
4. વોટ્સએપ ડેટાનો બેકઅપ: જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમે તમારા વોટ્સએપ ડેટાનો Google ડ્રાઇવ પર બેકઅપ લઈ શકો છો. WhatsApp તમને આ માટે સુવિધા આપે છે. બેકઅપ લેવા માટે, WhatsApp સેટિંગ્સ પર જાઓ અને ચેટ વિકલ્પ પસંદ કરો. આ પછી, ચેટ બેકઅપ પર જાઓ અને સૂચનાઓને અનુસરો અને બેકઅપ લો.(ફોટો ક્રેડિટ- Getty Image)

8 / 8
5. ફેક્ટરી રીસેટ: આ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે તમારે ફોન વેચતા પહેલા કરવી જોઈએ. તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરો. આ તમારા ફોનમાંથી તમામ ડેટા કાઢી નાખશે. ડેટા કાઢી નાખ્યા પછી, નવા માલિક તમારા ડેટાને જોઈ શકશે નહીં અથવા તેનો દુરુપયોગ કરી શકશે નહીં. તમે સ્માર્ટફોનના સેટિંગ્સમાં જઈને ફોનને ફેક્ટરી રીસેટ કરી શકો છો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, તમે તમારા જૂના ફોનને સુરક્ષિત રીતે વેચી શકો છો અને ડેટાની ચોરી કે છેતરપિંડીથી બચી શકો છો. (ફોટો ક્રેડિટ- Getty Image)

Next Photo Gallery