
બદામને મગજ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જ્યા હવામાન ઠંડુ અને હળવું ગરમ હોય એવા વિસ્તારોમાં બદામને ઉગાડવામાં આવે છે. બદામના ઝાડને પૃનસ ડલ્સીસ (Prunus Dulcis) કહેવામાં આવે છે. આ ઝાડ આશરે 13થી 33 ફૂટ ઊંચું હોઈ શકે છે. આપણે જે બદામ ખાઈએ છીએ તે વાસ્તવમાં બીજ છે. બદામનું ફળ ખૂબ જ જાડું હોય છે.

અખરોટ એટલે કે વૉલનટના ઝાડને વૈજ્ઞાનિક રીતે જુગ્લાન્સ રેજીયા (Juglans Regia) તરીકે ઓળખાય છે. તે ખૂબ ઊંચું હોય છે અને તેનો ફેલાવો પણ વધારે હોય છે. તેના ફળને સ્ટોન ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં છાલવાળા બીજ હોય છે. આ ઝાડ 100 વર્ષથી વધુ સમય સુધી જીવી શકે છે. આ ઝાડ વાવ્યા પછી ઓછામાં ઓછા 5થી 7 વર્ષ પછી ફળ આવે છે.

મગફળીની સરખામણી નટ્સ સાથે કરવામાં આવે છે. આ પ્રોટીનયુક્ત મગફળી ઝાડ કે છોડ પર ઉગતી નથી, પરંતુ ભૂગર્ભમાં ઉગે છે. તેનું વનસ્પતિ નામ Arachis Hypogaea છે. મગફળીનો છોડ 1થી 2 ફૂટ ઊંચા અને ઝાડની જેમ ફેલાયેલા હોય છે.

કાજુનું ઝાડ હંમેશા ખીલેલું હોય છે. કાજુનું ઝાડ મૂળ બ્રાઝિલનું છે અને આશરે 46 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ ઝાડને નાસપતી જેવા આકારના ફળ આવે છે. જ્યારે આ ફળો પાકે છે, ત્યારે તે જાતે જ ઝાડ પરથી પડી જાય છે. પછી નટ્સ અલગ કરીને સૂકવીને કાજુ બનાવવામાં આવે છે.

અંજીર સીધું ઝાડ પર જ ઉગે છે, તેની બહારની છાલ પાતળી હોય છે. અંજીર અંદરથી નાના બીજોથી ભરેલું હોય છે. અંજીર આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે, ખાસ કરીને પાચન માટે. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. નિષ્ણાતો મતે તેને તાજું અથવા સુકું બંને રીતે ખાઈ શકાય છે.

ડેઝર્ટથી લઈ આઈસ્ક્રીમ સુધી લોકો પિસ્તાનો ઉપયોગ કરે છે. બજારમાં મળતો પિસ્તાનો સ્વાદ થોડો ખારો હોય છે પરંતુ નિષ્ણાતો મતે તેનો કુદરતી સ્વાદ ખારો નથી હોતો. પિસ્તાનું ઝાડ આશરે 30થી 33 ફૂટ સુધી ઊંચું થાય છે અને તેમાં ડ્રૂપ (Drupe) એટલે કે નાનું ફળ હોય છે, જેમાં પિસ્તા હોય છે. જ્યારે તેની ઉપરની પડત સુકાઈ જાય છે, ત્યારે તે ખોળો કઠોર બનીને આપોઆપ ખુલી જાય છે.