
ખોરાક અને સ્વચ્છતા: "Field Rations" (પેકેજ્ડ ફૂડ) જેમ કે MRE (Meals Ready to Eat) યુદ્ધ વિસ્તારોમાં આપવામાં આવે છે. ખોરાક ઝડપથી પચે છે અને હલકો હોય છે. ભોજન વારાફરતી લેવાની છૂટ હોય છે. જેથી હંમેશા ફરજ પર કેટલાક સૈનિકો હાજર રહે.

આંતરરાષ્ટ્રીય નિયમો: આરામના અધિકારો - યુદ્ધ દરમિયાન સૈનિકો માટે કોઈ આંતરરાષ્ટ્રીય આરામનો કાયદો નથી, પરંતુ Geneva Convention અને Military Command Protocols સૈનિકોની સલામતી અને ગૌરવ સુનિશ્ચિત કરવા વિશે વાત કરે છે. જો કે યુદ્ધના મેદાનમાં તે સંપૂર્ણપણે કમાન્ડિંગ ઓફિસરના વિવેકબુદ્ધિ અને સંજોગો પર નિર્ભર છે.

High-Intensity Combatમાં શું હોય છે?: સતત 24-48 કલાક ઊંઘ ન આવવી. ઊંઘનો અભાવ સૈનિકોમાં Fatigue, Illusion અને Stress પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં રિઝર્વ બટાલિયન (Reserve Battalion) મોકલીને ફ્રન્ટલાઈન સૈનિકોને આરામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમેરિકાનું ઇરાક યુદ્ધ (2003): સૈનિકોને યુદ્ધમાં 72 કલાક ઊંઘ્યા વિના રાખવામાં આવ્યા હતા. પાછળથી "Combat Stress Control Teams" બનાવવામાં આવી જે સૈનિકોને રોટેશનમાં આરામ આપતી હતી.

Battle Rotation System: સૈનિકોનો થાક ઓછો કરવો: સતત યુદ્ધમાં રહેવાથી સૈનિકોમાં માનસિક અને શારીરિક થાક લાગી શકે છે. રોટેશન સિસ્ટમ દ્વારા તેમને આરામ અને પુનઃપ્રશિક્ષણની તક મળે છે, જેનાથી તેમની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. લડાઇ ક્ષમતા જાળવી રાખવી: નિયમિત રોટેશન સૈનિકોને તાજગી અને મનોબળ ઊંચું રાખે છે, જેનાથી લડાઇ ક્ષમતામાં સુધારો થાય છે.

સૈનિકોને તેમની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે યુદ્ધભૂમિ પર શિફ્ટમાં ગોઠવવામાં આવે છે. તેમને આરામ, ઊંઘ અને ખોરાક માટે ચોક્કસ સમય આપવામાં આવે છે. આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ આ વ્યવસ્થા જાળવી રાખવાના પ્રયાસો કરવામાં આવે છે, જો કે યુદ્ધની તીવ્રતા અનુસાર તેમાં ફ્લેક્સિબિલિટી હોય છે.(All Image Symbolic)