
સુરક્ષા અને સગવડમાં સુધારો : આ નવા નિયમોથી થાપણદારના પરિવાર અથવા નોમિની માટે તેમના મૃત્યુ પછી પૈસા મેળવવાનું સરળ બનશે. આનાથી બેન્કિંગ સિસ્ટમમાં વધુ વિશ્વાસ પેદા થશે અને લોકો અનૌપચારિક નાણાકીય પદ્ધતિઓ છોડીને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમમાં જોડાશે.

ગ્રાહકો માટે કયા ફેરફારો થશે? : હવે ગ્રાહકો તેમની જરૂરિયાતો અનુસાર રજીસ્ટર્ડ નોમિની વચ્ચે નાણાંનું વિતરણ કરી શકશે. જે વધુ સુગમતા પ્રદાન કરશે. અત્યાર સુધી જ્યારે કોઈ ખાતાધારકનું મૃત્યુ થયું હતું ત્યારે પૈસા મેળવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ બની ગઈ હતી.

હવે નવા નિયમોથી આ પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે, જેનાથી કાયદાકીય સમસ્યાઓ ઓછી થશે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. આનાથી ગ્રાહકોના બેંકિંગ અનુભવમાં સુધારો થશે અને તેમનો વિશ્વાસ પણ વધશે.