BOB Home Loan : બેંક ઓફ બરોડામાંથી 50 લાખની હોમ લોન લેવા કેટલો પગાર જરૂરી, જાણો EMI કેટલી આવશે?

બેંક ઓફ બરોડા 7.20%ના આકર્ષક વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. RBIના રેપો રેટ ઘટાડા પછી ઘર ખરીદવું સરળ બન્યું છે. ₹50 લાખની હોમ લોન માટે કેટલો માસિક પગાર જરૂરી છે અને તમારી EMI કેટલી આવશે તે જાણો.

| Updated on: Jan 10, 2026 | 3:44 PM
1 / 5
જાહેર ક્ષેત્રની બેંક બેંક ઓફ બરોડા (Bank of Baroda) હાલમાં માત્ર 7.20 ટકાના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ગયા વર્ષે રેપો રેટમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે રેપો રેટ ઘટીને 5.25 ટકા થયો છે. RBIના આ નિર્ણય બાદ દેશની મોટાભાગની બેંકોએ હોમ લોનના વ્યાજ દરોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

2 / 5
આ બદલાવના પગલે હવે મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું થોડું વધુ સરળ બન્યું છે. આવી સ્થિતિમાં જો તમે બેંક ઓફ બરોડાથી ₹50 લાખની હોમ લોન લેવા માંગતા હો, તો તમારો માસિક પગાર કેટલો હોવો જોઈએ અને EMI કેટલી આવશે, તે જાણવું ખૂબ જરૂરી છે.

3 / 5
બેંક ઓફ બરોડા દ્વારા ઓફર કરવામાં આવતા 7.20% ના લઘુત્તમ વ્યાજ દરના આધારે પગાર પાત્રતા લોનની મુદત મુજબ અલગ-અલગ હોય છે. જો તમે 30 વર્ષ માટે ₹50 લાખની હોમ લોન લો છો, તો તમારો માસિક પગાર અંદાજે ₹68,000 હોવો જરૂરી છે. 25 વર્ષની લોન માટે તમારો માસિક પગાર લગભગ ₹72,000 હોવો જોઈએ, જ્યારે 20 વર્ષની લોન માટે તમારો માસિક પગાર અંદાજે ₹79,000 હોવો જરૂરી બને છે. આ ગણતરી એ ધારણાને આધારે છે કે લોન લેનાર વ્યક્તિ પાસે બીજી કોઈ સક્રિય લોન અથવા EMI નથી.

4 / 5
₹50 લાખની હોમ લોન પર EMI કેટલી આવશે? તેની વાત કરવામાં આવે તો જો તમે 30 વર્ષ માટે ₹50 લાખની હોમ લોન લો છો, તો તમારો માસિક EMI આશરે ₹34,000 રહેશે. 25 વર્ષની લોન પર EMI લગભગ ₹36,000 થશે. જ્યારે 20 વર્ષની લોન માટે EMI અંદાજે ₹39,000 થી ₹39,500 સુધી જઈ શકે છે.

5 / 5
કોઈપણ બેંકમાંથી લોન મેળવવા માટે સારો ક્રેડિટ સ્કોર ખૂબ જ જરૂરી છે. જો તમારો ક્રેડિટ સ્કોર નબળો હશે, તો બેંક લોન મંજૂર ન પણ કરે. સાથે સાથે બેંક તમારા ભૂતકાળના લોન રેકોર્ડ, ચુકવણીની નિયમિતતા અને આવકની સ્થિરતા પણ તપાસે છે. અટલુ જ નહીં, લોન માટે અરજી કરતા પહેલા તમારી નાણાકીય સ્થિતિ અને EMI ચૂકવવાની ક્ષમતા તપાસવી ખૂબ જરૂરી છે.