
જો તમારી લોન પર વ્યાજ દર અન્ય બેંકોની સરખામણીમાં વધારે હોય, તો બેલેન્સ ટ્રાન્સફર એક સારો વિકલ્પ બની શકે છે. આ સુવિધા દ્વારા તમે તમારી બાકી લોનને ઓછી વ્યાજ દરવાળી બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો. તેના કારણે લોનની અવધિ ઘટે છે અને કુલ વ્યાજનો ખર્ચ પણ ઓછો થાય છે. જો કે, બેલેન્સ ટ્રાન્સફર કરતી વખતે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ લાગતા હોય છે, તેથી નિર્ણય લેતા પહેલા તેની સંપૂર્ણ માહિતી લેવી જરૂરી છે.

દેવાથી વહેલી મુક્તિ મેળવવા માટે દર વર્ષે એક અથવા બે વધારાના EMI ચૂકવવાનો પ્રયાસ કરો. ઉપરાંત, જો તમને બોનસ, ઇન્સેન્ટિવ અથવા કોઈ અન્ય માધ્યમથી વધારું ભંડોળ મળે, તો તેનો ઉપયોગ લોનની પૂર્વ ચુકવણી માટે કરી શકાય છે. આ રીતે લોનની મુદત નોંધપાત્ર રીતે ઘટે છે અને વ્યાજની મોટી રકમ બચી શકે છે. જોકે, લોન ચૂકવવા માટે ક્યારેય પણ ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરવો યોગ્ય નથી. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત પાણી જાણકારી માટે છે. કોઈ પણ નાણાકીય પ્રવુતિ નિષ્ણાંતોની સલાહ લીધા બાદ કરવી.)