શું તમે પણ ‘ચેક’માં પાછળના ભાગે સહી કરો છો ? ધ્યાન રાખજો નહીંતર ખાતું ખાલી થઈ જશે, જાણો RBI ના નિયમો

હાલના સમયમાં ઘણા લોકો ચેકમાં યોગ્ય જગ્યાએ સહી કરવાનો નિયમ જાણતા નથી. RBI ગાઈડલાઇન મુજબ, જો ચેક પર ખોટી જગ્યાએ સહી કરવામાં આવે તો ખાતામાંથી પૈસા ઉડી શકે છે.

| Updated on: Sep 15, 2025 | 7:42 PM
1 / 6
આપણે બધા ચેકનો ઉપયોગ કરીએ છીએ પરંતુ મોટાભાગના લોકો યોગ્ય જગ્યાએ સહી કરવાનો નિયમ જાણતા નથી. RBI ગાઈડલાઇન જણાવે છે કે, ચેક પર ખોટી જગ્યાએ સહી કરવાથી તમારા ખાતામાંથી પૈસા ઉડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, ચેક પર સહી કરવા માટેના મહત્વપૂર્ણ નિયમો શું છે.

2 / 6
જણાવી દઈએ કે, 'બેરર ચેક' અને 'ઓર્ડર ચેક' એમ બે પ્રકારના ચેક હોય છે. બેરર ચેક એટલે કે, કોઈ પણ વ્યક્તિ બેરર ચેક થકી ડાયરેક્ટ બેંક કાઉન્ટર પરથી પૈસા મેળવી શકે છે. બેરર ચેક ઇશ્યૂ કરનાર પોતે બેરર બનીને પૈસા મેળવી શકે છે.

3 / 6
જો તમે ભૂલથી બેરર ચેકની પાછળ સહી કરો છો, તો ખોટી વ્યક્તિને આનો લાભ મળી શકે છે અને તે પૈસા ઉપાડી શકે છે. બેરર ચેકમાં રોકડ ઉપાડવા માટે કોઈ પણ વ્યક્તિએ પાછળ સહી કરવાની જરૂર નથી.

4 / 6
બીજીબાજુ ઓર્ડર ચેક એટલે કે, પેમેન્ટ ફક્ત તે વ્યક્તિને જ કરવામાં આવે છે જેનું નામ ચેક પર લખેલું હોય છે. સરળ રીતે કહીએ તો, ચેકમાં હંમેશા આગળના ભાગમાં સહી કરો. ધ્યાન રાખો કે, ચેક બીજા કોઈના નામે ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે જ પાછળના ભાગમાં સહી કરો. બીજું કે, પૈસા ઉપાડતી વખતે પણ પાછળના ભાગમાં સહી ન કરો.

5 / 6
90% લોકો આ નિયમ જાણતા નથી અને ચેકની પાછળ સહી કરે છે. આનાથી ઘણીવાર બેંકમાં સમસ્યા ઊભી થાય છે અથવા છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.

6 / 6
ચેકમાં નામ સ્પષ્ટ લખો અને બેરર ચેકને સુરક્ષિત જગ્યાએ રાખો. વધુમાં જ્યારે જરૂર પડે ત્યારે જ ચેકના પાછળના ભાગમાં સહી કરો. વધુ જાણકારી માટે આરબીઆઈ ગાઈડલાઇનનું પાલન કરો.

Follow Us