
જો માનીએ કે ATMમાં મૂકેલી તમામ નોટો 500 રૂપિયાની હોય, તો એક ATM મશીનમાં એક સમયે અંદાજે 40થી 50 લાખ રૂપિયા સુધીની રોકડ રાખી શકાય છે. જોકે, વાસ્તવિક સ્થિતિમાં ATMમાં ફક્ત 500 રૂપિયાની નોટો જ નથી હોતી.

ATMમાં સામાન્ય રીતે 100, 200 અને 500 રૂપિયાની નોટોનું મિશ્રણ રાખવામાં આવે છે. આ કારણે, મોટાભાગના ATM મશીનોમાં એક સમયે આશરે 20થી 30 લાખ રૂપિયા જેટલી રોકડ જમા હોય છે. કેટલા પૈસા ભરવા તે નિર્ણય ATMના સ્થાન, વપરાશ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.