
2025 માટે બાબા વેંગાની ઘણી આગાહીઓ પ્રકાશમાં આવી છે, જેમાં ત્રીજા વિશ્વયુદ્ધ, કુદરતી આફતો અને વૈજ્ઞાનિક પ્રગતિ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ ભવિષ્યવાણીઓમાં સૌથી પ્રખ્યાત અને ભયાનક ત્રીજા વિશ્વયુદ્ધ સાથે સંબંધિત છે, જે સીરિયાના પતન સાથે શરૂ થશે અને લોહીની નદીઓ વહેશે તેવું કહેવાય છે.

બાબા વેંગાએ કહ્યું હતું કે, જ્યારે સીરિયાનું પતન થશે, ત્યારે પશ્ચિમ અને પૂર્વ વચ્ચે એક મોટું યુદ્ધ શરૂ થશે. વસંતઋતુમાં, પૂર્વમાં એક યુદ્ધ શરૂ થશે, જે ત્રીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ લેશે, અને તે પશ્ચિમનો નાશ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, સીરિયા વિજેતાના પગે પડશે, પરંતુ તે વિજેતા નહીં હોય.

વેંગાએ 2025 માં યુરોપમાં એક મોટા યુદ્ધની આગાહી કરી હતી, જે સમગ્ર ખંડને બરબાદ કરી શકે છે અને વસ્તીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે આ યુદ્ધનું નેતૃત્વ રશિયા કરશે, અને રશિયા આ યુદ્ધમાં વિજયી બનશે અને વિશ્વનો માલિક બનશે.

વેંગાએ કહ્યું કે 2025 માં માનવજાતનો એલિયન્સ સાથે સંપર્ક થશે, જે કોઈ મોટી રમતગમતની ઇવેન્ટ (જેમ કે સુપર બાઉલ અથવા વિમ્બલ્ડન) દરમિયાન થઈ શકે છે. આ સંપર્ક વૈશ્વિક કટોકટી અથવા પરિવર્તન તરફ દોરી શકે છે. તમને જણાવી દઈએ કે, બાબા વેંગાની આગાહીઓ 85% સચોટ માનવામાં આવે છે. તેણીએ ૯/૧૧ ના હુમલા, ચેર્નોબિલ અકસ્માત, રશિયા-યુક્રેન યુદ્ધ અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘટનાઓની આગાહી કરી હતી.

નોંધ : આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. Tv9 ગુજરાતી આ આગાહીઓની પુષ્ટિ કરતું નથી.
Published On - 12:52 pm, Tue, 20 May 25