22 જાન્યુઆરીએ અયોધ્યા અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક અલગ જ માહોલ જોવા મળશે.
તમને જણાવી દઈએ કે આજે 18 જાન્યુઆરીએ રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરાશે અને અનેક પ્રકારની પૂજા વિધિ કરવામાં આવશે.
આ સાથે જ રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિ સિવાય અન્ય ખાસ 1000 અવિનાશી મૂર્તિઓ પણ મંદિરમાં મુકવામાં આવશે. જેમાં સમગ્ર રામાયણના પ્રસંગોને બતાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 121 આચાર્યો અનુષ્ઠાનનું સંચાલન કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે કરવામાં આવશે.
આ ખાસ પ્રસંગને લઈને સમગ્ર દેશમાંથી દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં ટીવી, ફિલ્મ, રાજકારણ, રમતગમત જેવા અલગ અલગ ક્ષેત્રના નામાંકિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.