
પોરબંદર લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરમાં સેવા કરતા સેવક કાંતિભાઈ સિંધવએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર જેવુ જ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યું છે.

કાન્તિ ભાઈ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી છતા પણ તેમણે પોતાની આવડત આબેહૂબ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યુ છે.

રામ મંદિરને કાંતિ ભાઈએ વેસ્ટ થર્મોકોલના ટુકડામાંથી બનાવ્યુ છે. તેમજ આ મંદિર બનાવવા માટે કોઈ પણ પ્રકારનું માપ લેવામાં આવ્યુ નથી.

થર્મોકોલના રામ મંદિરને 22 જાન્યુઆરીના રોજ ભક્તો માટે જલારામ મંદિરમાં ખુલ્લુ મુકવામાં આવશે.

આ અગાઉ પણ બિસ્કીટ, ચોકલેટ, થર્મોકોલ વગેરે વસ્તુઓના રામ મંદિર ભક્તો દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.(વીથ ઈનપુટ - હિતેશ ઠકરાર)