ગુજરાતી કંપનીના IPO એ રોકાણકારોને કર્યા માલામાલ, શેરનું 160 ટકાના પ્રીમિયમ પર થયું ધમાકેદાર લિસ્ટિંગ

|

Jan 18, 2024 | 12:49 PM

ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરનો SME IPO 11 જાન્યુઆરીએ ખુલ્યો હતો. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના 28.08 કરોડ રૂપિયાના IPOમાં રોકાણ કરવાની તક 15 જાન્યુઆરી સુધી હતી. તેનો પ્રાઇસ બેન્ડ 51-54 રૂપિયા રાખવામાં આવ્યો હતો.

1 / 5
નવા વર્ષમાં ઘણી કંપનીઓ એક બાદ એક IPO લઈને માર્કેટમાં આવી રહી છે. હાલમાં ઘણી કંપનીઓના આઈપીઓ ખુલ્યા હતા. આજે 18 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના IPO નું શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. જેમાં રોકાણકારોએ બમ્પર નફો થયો છે. આ IPO દ્વારા રોકાણકારોએ પહેલા જ દિવસે જંગી કમાણી કરી છે.

2 / 5
ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરનો IPO 54 રૂપિયાની પ્રાઈસ બેન્ડ સામે 140 રૂપિયા પર લિસ્ટ થયો છે. તેમાં રોકાણકારોએ પહેલા દિવસે જ 159 ટકાથી વધારેની કમાણી કરી છે. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. લિસ્ટિંગ બાદ ઓસ્ટ્રિલિયન પ્રીમિયમ સોલરનો શેર 147 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

3 / 5
ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરનો SME IPO 11 જાન્યુઆરીએ ખુલ્યો હતો. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના 28.08 કરોડ રૂપિયાના IPOમાં રોકાણ કરવાની તક 15 જાન્યુઆરી સુધી હતી. તેનો પ્રાઇસ બેન્ડ 51-54 રૂપિયા રાખવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરનો SME IPO 11 જાન્યુઆરીએ ખુલ્યો હતો. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના 28.08 કરોડ રૂપિયાના IPOમાં રોકાણ કરવાની તક 15 જાન્યુઆરી સુધી હતી. તેનો પ્રાઇસ બેન્ડ 51-54 રૂપિયા રાખવામાં આવ્યો હતો.

4 / 5
ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરનો IPO સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ હતો. વર્ષ 2013 માં સ્થપાયેલી આ કંપની મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ્સ બનાવે છે. તે રહેણાંક, કૃષિ અને વ્યાપારી એકમો માટે એન્જિનિયરિંગ અને બાંધકામ સર્વિસિસ પણ પ્રદાન કરે છે.

5 / 5
માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક 94.5 કરોડ રૂપિયા રહી હતી. જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 3.6 ટકા ઓછી છે. નફો 22 ટકા વધીને 3.3 કરોડ રૂપિયા થયો છે. લિસ્ટિંગ પહેલા 10 જાન્યુઆરીએ ગ્રે માર્કેટ પ્રીમિયમ 55.5 ટકા હતું.

Next Photo Gallery