7 ડિસેમ્બરથી મંગળનું ગોચર, આ 5 રાશિઓ માટે સોનાનો સમય, જાણો

7 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી મંગળ ધન રાશિમાં અને 5 ડિસેમ્બરે ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. આ ગ્રહ પરિવર્તનથી સમસપ્તક યોગ બનશે, જે અનેક રાશિઓ માટે અત્યંત શુભ છે. ખાસ કરીને મિથુન, કર્ક સહિત કુલ પાંચ રાશિઓને આર્થિક લાભ, કરિયરમાં પ્રગતિ અને આવકમાં વૃદ્ધિના અવસર મળશે. આ સમયગાળો નવા વર્ષની શુભ શરૂઆત લાવશે.

| Updated on: Nov 27, 2025 | 7:04 PM
4 / 7
મંગળનું કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર થવું તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે. 7 ડિસેમ્બરથી કાર્યક્ષેત્રમાં તમને અનેક નવી તક મળી શકે છે, જેના દ્વારા પ્રગતિનો માર્ગ સરળ બનશે. લાંબા સમયથી ચાલતી કોઈ દેવાની સમસ્યા હોય તો તેમાંથી છૂટકારો મળવાની શક્યતાઓ મજબૂત થશે અને જીવનમાં હળવાશ તથા સમૃદ્ધિનો અનુભવ થશે. તમે જીવનની સુવિધાઓ વધારવા માટે થોડી રકમ ખર્ચવાનો વિચાર પણ કરી શકો છો. કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ નબળા પડશે અને તમારી સમજદારી તેમજ વ્યુહરચના તમને સફળતા અપાવશે. વ્યવસાયમાં લેવાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે, જેના કારણે આવકમાં વધારો અને બેંક બેલેન્સ મજબૂત બનશે. શિક્ષણ ક્ષેત્રે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારા પરિણામો આપી શકે છે.

5 / 7
મંગળનો તુલા રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ તમારા જીવનમાં શુભ શરૂઆત લાવી શકે છે. આ ગોચર તમને વધુ સાહસિક, આત્મવિશ્વાસથી ભરપૂર અને દૃઢ બનાવશે. કોઈપણ પડકાર કે મુશ્કેલી સામે તમે ન અટકતા આગળ વધી શકશો અને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી શકશો. આ સમયગાળો તમારા માન-સન્માનમાં વધારો કરશે અને કારકિર્દીમાં પણ ઉન્નતિની તક અપાવશે.  તમને મુસાફરી કરવાના અવસર મળી શકે છે, જે તમને નવી ઉર્જા અને તાજગી આપશે. કુલ મળીને, આ ગોચર તમારા જીવનમાં સકારાત્મકતા અને પ્રગતિનો સંદેશ લાવે છે.

6 / 7
મંગળનું ધન રાશિમાં ગોચર તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ લાવી શકે છે. અગિયારમા ભાવમાં મંગળની સ્થિતિ તમને મહત્વપૂર્ણ કામોમાં સફળતા અને વ્યવસાયિક વિકાસના નવા મોકા આપશે. તમારા માન-સન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા મજબૂત બનશે. રાજકીય ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓ માટે આ સમય ખાસ લાભદાયક છે તમે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવી શકો છો અને નવા સંબંધો વિકસાવી શકો છો. નાણાકીય રીતે પણ આ સમય મજબૂત રહેશે, આવક વધવાની અને બેંક બેલેન્સ સુધરવાની શક્યતા છે. કાર્યસ્થળ પર સહકર્મચારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે, જેના કારણે તમારી ઓળખ અને પ્રભાવ બંને વધશે. કુલ મળીને, આ ગોચર તમને જીવનમાં નવી ઉર્જા અને આનંદના અનુભવો આપે છે.

7 / 7
મંગળનું મીન રાશિના દસમા ભાવમાં ગોચર થવું તમારા માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. 7 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધીનો સમયગાળો કારકિર્દી અને વ્યવસાય બંને મામલામાં પ્રગતિ લાવશે. અચાનક મળતા લાભ અથવા અણધાર્યો વ્યવસાયિક નફો તમારી ખુશીમાં વધારો કરી શકે છે. નોકરીમાં રહેલા લોકો માટે ટ્રાન્સફરનાં સંકેતો દેખાઈ રહ્યા છે, અને નવું સ્થાન તમારા જીવનમાં તાજગીભર્યો અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આ સમય દરમિયાન તમને નવી તક, નવા અનુભવ અને સફળતાના નવા માર્ગો મળી શકે છે. પ્રમોશન તથા આવકમાં વૃદ્ધિની પણ સારી શક્યતાઓ છે. કાર્યસ્થળનું વાતાવરણ અનુકૂળ બનશે, જેને કારણે તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા બંને વધશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )