
અહીંયા ગામની વસ્તી આશરે 32,000 જેટલી છે, જેમાં મોટાભાગના લોકો પટેલ સમુદાયના છે. આ ગામના દરેક ઘરમાં સુખ સમૃદ્ધિ અને આધુનિકતા સ્પષ્ટપણે દેખાય છે.

ગામમાં લગભગ 20,000 ઘરો છે અને લગભગ 1,200 જેટલા પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. મોટાભાગના લોકો આફ્રિકા, અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.

વિદેશમાં સ્થાયી થયેલા લોકો દર વર્ષે ભારતીય બેંકોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. ખાસ વાત તો એ કે, તેઓ વિદેશમાં હોવા છતાં પણ ગામ સાથે જોડાયેલા છે જે ખરેખરમાં એક ગર્વની વાત કહેવાય.

ખાસ કરીને આફ્રિકી દેશોમાં બાંધકામના વ્યવસાયમાં તેમનું મોટું યોગદાન છે, જેના કારણે તેઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. ગામમાં આલીશાન હવેલીઓ, શાળાઓ, તળાવો અને ભવ્ય મંદિરો છે. આ સાથે જ પાણી, રસ્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તેવી મૂળભૂત સુવિધાઓ પણ છે.

ગ્રામ્ય બેંકના મેનેજર કહે છે કે, અહીંના લોકોએ ફિક્સ ડિપોઝિટ થકી આ ગામને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. માધાપર ગામે સાબિત કર્યું છે કે, જો વિચાર મોટા હોય તો કોઈપણ ગામ શહેરથી આગળ નીકળી શકે છે.