ગુના કરવામાં બાપ “શેર”, તો દીકરો છે “સવાશેર”, જેલની હવા ખાઇ રહેલા આસારામના પરિવારમાં કોણ કોણ છે જાણો

|

Jan 07, 2025 | 4:51 PM

આસારામ ગુજરાતમાં એક વિવાદાસ્પદ સંત છે. ગુજરાત રાજ્યમાં તેમના અસંખ્ય ભક્તો અને આશ્રમો આવેલા છે. ધાર્મિક કાર્યોને નહિ પરંતુ પાપલીલાઓને કારણે ચર્ચામાં રહેલા આસારામના પરિવાર વિશે જાણો

1 / 12
 83 વર્ષના આસારામને  દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. ત્યારે આજે આપણે આસારામની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું

2 / 12
 ગુનો કરવામાં બાપ "શેર", તો દીકરો છે "સવાશેર", આસારામનો પરિવાર જુઓ કોણ કોણ છે.

3 / 12
આસારામે લક્ષ્મી દેવી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, પુત્ર નારાયણ સાંઈ અને પુત્રી ભારતી દેવી છે. બળાત્કારના કેસમાં નારાયણને આજીવન કેદની સજા ફટકારી છે.આસારામના અપરાધોના સંબંધમાં લક્ષ્મી દેવી અને ભારતીશ્રીની પણ ધરપકડ કરવામાં આવી હતી,

4 / 12
આસારામનો જન્મ હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલા બેરાણી ગામમાં નગરશેઠ થાઉમલજી સિરુમલાનીના ઘરે 17 એપ્રિલ 1941ના રોજ થયો હતો. તેમની માતાનું નામ મોંધીબા છે.

5 / 12
આસારામનું બાળપણ સંઘર્ષોથી ભરપુર હતું. તેમનો પરિવાર પોતાની ચલ અને અચલ સંપતિ છોડી ને અમદાવાદ શહેરમાં 1947માં આવ્યો હતો. પોતાના ધન-વૈભવ છુટી જવાના કારણે આ પરિવાર આર્થિક વિષમતાના ચક્રવ્યુહમાં ફસાઇ ગયુ,

6 / 12
પરંતુ કોઇ પણ રીતે આજીવિકા ચલાવવા માટે  થૌમલએ લાકડા અને કોલસાનો ધંધો શરુ કર્યો અને તેનાથી આ પરિવારની આર્થિક પરિસ્થિતીમાં સુધારો આવવા લાગ્યો.

7 / 12
આસુમલ (આસારામ)ની શરુઆતનું શિક્ષણ સિંધી ભાષામાં શરુ કર્યું હતુ. ત્યાર બાદ તેમને સાત વર્ષની ઊમરે પ્રાથિમક શિક્ષણ માટે જયહિન્દ હાઇસ્કુલ, મણીનગર, અમદાવાદમાં પ્રવેશ લીધો હતો.

8 / 12
2013માં સુરતમાં બે બહેનોએ આસારામ અને તેના પુત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે, 1997 થી 2006 વચ્ચે આસારામ અને તેના પુત્રએ મોટેરા આશ્રમમાં તેના પર રેપ કર્યો હતો.  શારીરિક શોષણની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી.

9 / 12
લાખો અનુયાયીઓ ધરાવતા આસારામ બાપુનો વિવાદો સાથે ખુબ ઊંડો સંબંધ રહ્યો છે. આસારામ બાપુ અને તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ પર ભૂતકાળમાં અનેક પ્રકારના આરોપો લાગી ચૂક્યા છે.

10 / 12
ઓગસ્ટ 2013માં આસારામ વિરુદ્ધ 16 વર્ષની કિશોરી પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો પીડિતાનો પરિવાર આસારામનો કટ્ટર ભક્ત હતો. પીડિતાના પિતાએ પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામનો આશ્રમ બનાવ્યો હતો.

11 / 12
બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

12 / 12
ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.

Published On - 4:00 pm, Tue, 7 January 25

Next Photo Gallery