તમારા ઘરે નકલી સોલાર પેનલ તો નથી લાગી રહીને? માત્ર 2 મિનિટમાં આ રીતે ઓળખો અસલી ‘DCR’ પેનલ

ઘરની છત પર સોલાર પેનલ લગાવતા પહેલાં સાવધાન! સસ્તાના ચક્કરમાં જો નોન-DCR કે નકલી પેનલ લાગી જશે તો સરકારી સબસિડી અટકી જશે. કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર યોજના' હેઠળ સબસિડી મેળવવા માટે ભારતમાં બનેલી અસલી DCR પેનલ હોવી ફરજિયાત છે. જાણો મોબાઇલથી પેનલની અસલિયત ચકાસવાની સરળ પદ્ધતિ.

| Updated on: Sep 05, 2026 | 4:19 PM
1 / 8
જો તમે પણ મોંઘા વીજબિલમાંથી મુક્તિ મેળવવા માટે ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે અત્યંત જરૂરી છે. હાલ માર્કેટમાં સસ્તા સોલાર પેનલોનો રાફડો ફાટ્યો છે. ઘણા અનઅધિકૃત વેન્ડર્સ ગ્રાહકોને ઓછી કિંમતની લાલચ આપીને કે નકલીને અસલી ગણાવીને એવા પેનલ પધરાવી દે છે, જેના કારણે પાછળથી મળવાપાત્ર સરકારી સબસિડી અટકી જાય છે. સોલાર સિસ્ટમ લગાવતાં પહેલાં DCR વિશે પૂરી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમને બમણું આર્થિક નુકસાન થઈ શકે છે.

2 / 8
DCR પેનલ શું છે અને તે કેમ ફરજિયાત છે?: DCR નું પૂરું નામ ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ (Domestic Content Requirement) છે. સાદા શબ્દોમાં કહીએ તો—'સંપૂર્ણપણે ભારતમાં બનેલી સોલાર પેનલ'. સરકારી નિયમ: કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના' હેઠળ સ્પષ્ટ નિયમ છે કે સબસિડીનો લાભ ફક્ત એવા જ ગ્રાહકોને મળશે જેમના ઘરમાં અધિકૃત DCR પેનલ્સ લાગેલાં હશે. તફાવત: DCR પેનલમાં વપરાતો ગ્લાસ, એલ્યુમિનિયમ ફ્રેમ અને સૌથી મહત્વપૂર્ણ એવા સોલાર સેલ (Cells) ભારતમાં જ બનેલા હોવા જોઈએ. કેટલાક વેન્ડર્સ ચીન જેવા દેશોમાંથી સસ્તા સોલાર સેલ લાવી ભારતમાં માત્ર એસેમ્બલ કરે છે, જેને નોન-DCR (Non-DCR) કહેવાય છે. આવા પેનલ્સ પર સરકાર એક પણ રૂપિયાની સબસિડી આપતી નથી.

3 / 8
અસલી DCR પેનલ ઓળખવાની 4 સરળ રીતો: કાચની અંદર લાગેલો RFID ટેગ તપાસો: દરેક ઓરિજિનલ સોલાર પેનલના કાચ (Glass) ની નીચે અંદરની બાજુ એક નાની RFID ચિપ અથવા ટેગ સીલ થયેલો હોય છે. આ ટેગ ઉપરથી ચોંટાડેલો સામાન્ય સ્ટીકર ન હોવો જોઈએ પરંતુ લેમિનેશનની અંદર હોવો જોઈએ. તેમાં ઉત્પાદક કંપનીનું નામ, ઉત્પાદનનો મહિનો-વર્ષ અને દેશનું નામ સ્પષ્ટ લખેલું હોય છે.

4 / 8
બારકોડ અને સીરીયલ નંબર મેચ કરો: સોલાર પેનલની ફ્રેમ પર લાગેલા સ્ટીકરનો સીરીયલ નંબર અને કાચની અંદર સુરક્ષિત રાખેલા RFID ટેગનો સીરીયલ નંબર એકસરખો જ હોવો જોઈએ. જો બંને નંબરમાં સહેજ પણ તફાવત હોય, તો સમજી લેવું કે પેનલ સાથે છેડછાડ થઈ છે.

5 / 8
સરકારની ALMM યાદીમાં નામ ચકાસો: નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) સમયાંતરે એક અધિકૃત યાદી બહાર પાડે છે, જેને ALMM (Approved List of Models and Manufacturers) કહેવામાં આવે છે. વેન્ડર જે બ્રાન્ડ આપતો હોય, તેને ઓનલાઇન ચેક કરો કે તે મોડલ આ લિસ્ટમાં સામેલ છે કે નહીં. લિસ્ટમાં નામ ન હોય તો તેના પર સબસિડી મળતી નથી.

6 / 8
વેન્ડર પાસેથી DCR સર્ટિફિકેટ માંગો: સોલાર લગાવવાનું કામ શરૂ કરાવતાં પહેલાં વેન્ડર પાસે બિલ સાથે ઉત્પાદક કંપનીનું સત્તાવાર 'DCR અંડરટેકિંગ સર્ટિફિકેટ' માંગો. અધિકૃત વેન્ડર આ દસ્તાવેજ આપતાં ક્યારેય ખચકાશે નહીં.

7 / 8
નકલી કે નોન-DCR પેનલ લગાવવાના ગેરફાયદા: સબસિડી રદ્દ: વીજ વિતરણ કંપની (ડિસ્કોમ) ના અધિકારીઓ જ્યારે નેટ-મીટર લગાવવા અને ફિઝિકલ ઇન્સ્પેક્શન માટે આવે છે, ત્યારે તેઓ સૌપ્રથમ પેનલનો સીરીયલ નંબર અને RFID સ્કેન કરે છે. જો પેનલ DCR સાબિત ન થાય, તો તમારી સરકારી સબસિડી તાત્કાલિક રદ્દ કરી દેવાય છે. નબળું પરફોર્મન્સ અને વોરંટીનું જોખમ: નકલી કે રિફર્બિશ્ડ પેનલ્સમાં 25 વર્ષની વોરંટી માત્ર કાગળ પર રહે છે. 2-3 વર્ષમાં જ વીજ ઉત્પાદન ક્ષમતા 40% સુધી ઘટી જાય છે.

8 / 8
છેતરપિંડીથી બચવા માટે શું કરવું? હંમેશા સરકારના નેશનલ સોલાર પોર્ટલ પર નોંધાયેલા અધિકૃત (Empanelled) વેન્ડર્સ મારફતે જ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો. સસ્તી કિંમતની લાલચ આપતા બિનનોંધાયેલા લોકલ કોન્ટ્રાક્ટરોને એડવાન્સ ટોકન આપવાનું ટાળો. પેનલ પર આપેલા QR કોડને તમારા સ્માર્ટફોનથી સ્કેન કરીને તેની વિગતો સ્થળ પર જ કન્ફર્મ કરો.

Follow Us
Loading...
Unable to load recommendations.