‘Happy Retirement…’ રોહિત શર્મા અને વિરાટ કોહલીને કોણે કહી દીધુ આવુ ? જાણો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહી છે. મેલબોર્ન ટેસ્ટમાં પણ આ દિગ્ગજ ખેલાડીઓ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આ બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
1 / 7
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત છે. મેલબોર્ન ટેસ્ટમાં પણ આ ખેલાડીઓના બેટમાંથી રનનો વરસાદ જોવા નથી મળ્યો. આ બંને ખેલાડીઓ પોતાની ટેસ્ટ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતિમાં તેના માટે આ પ્રવાસ ઘણો મહત્વનો છે.
2 / 7
જો કે રોહિત અને વિરાટ આ મોટી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયામાં ફેરફારની માગ ઘણી વખત ઉઠી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ દિગ્ગજ ખેલાડીઓમાંથી એક ટેસ્ટ ફોર્મેટ છોડી શકે છે.
3 / 7
ટીમ ઈન્ડિયા માટે મેલબોર્ન ટેસ્ટમાં વિજય ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે. પરંતુ આ મોટી મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. રોહિત શર્માએ મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં 3 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં પણ તે માત્ર 9 રનનું જ યોગદાન આપી શક્યો હતો.
4 / 7
બીજી તરફ વિરાટ કોહલી પણ ફ્લોપ રહ્યો હતો. પ્રથમ દાવમાં 36 રન બનાવ્યા બાદ બીજી ઈનિંગમાં તે માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. આ ખરાબ પ્રદર્શન બાદ હવે રોહિત અને વિરાટ ચાહકોના નિશાના પર આવી ગયા છે.
5 / 7
ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલીને નિવૃત્તિ પર અભિનંદન આપી રહ્યા છે. એટલે કે ચાહકો માને છે કે આ બંને ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે અને ભવિષ્યમાં તેઓ ટેસ્ટ રમતા જોવા નહીં મળે.
6 / 7
આ બંને ખેલાડીઓની નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે અને હેશટેગ '#HappyRetirement' ટ્રેન્ડ થઈ રહ્યો છે. વિરાટનો ફોટો શેર કરતા એક યુઝરે લખ્યું, 'હેપ્પી રિટાયરમેન્ટ વિરાટ કોહલી.'
7 / 7
તે જ સમયે એક યુઝરે રોહિત માટે લખ્યું, 'રોહિત અને વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી! યાદો માટે આભાર. નિવૃત્તિની શુભેચ્છા.
Published On - 8:39 am, Mon, 30 December 24