
ઝોહોએ અગાઉ પુષ્ટિ કરી હતી કે તેની એપ વોઇસ અને વીડિયો કોલ માટે E2EE ને સપોર્ટ કરે છે. ટેક્સ્ટ મેસેજમાં આ સુવિધા ઉમેરવાથી હવે Arattai વોટ્સએપ અને સિગ્નલ જેવી વૈશ્વિક મેસેજિંગ એપ્સની સમકક્ષ બનશે, જે લાંબા સમયથી એન્ક્રિપ્શનને પોતાની ઓળખ ગણાવી રહી છે. જે લોકો વોટ્સએપની ટીકા કરે છે તેઓ હવે ચૂપ થઈ જશે.

Arattaiને સંપૂર્ણપણે ભારતમાં ઝોહો દ્વારા વિકસાવવામાં આવી હતી. આ એપ ભારતની ડિજિટલ સ્વ-નિર્ભરતા અને ડેટા ગોપનીયતાને પ્રોત્સાહન આપવા તરફ એક પગલું છે. 2021 માં લોન્ચ કરાયેલ, આરટાઈને વ્યક્તિગત અને વ્યાવસાયિક ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી હતી. ઝોહોના બે દાયકાથી વધુના એન્જિનિયરિંગ અનુભવ સાથે, આ એપમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા અઠવાડિયામાં Arattaiની લોકપ્રિયતામાં વધારો થયો છે. પરંતુ કેટલાક વપરાશકર્તાઓએ ગોપનીયતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે Arattai પાસે હાલમાં ટેક્સ્ટ મેસેજ માટે ડિફોલ્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો અભાવ છે, જે તેને વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશનો પાછળ રાખે છે. જો કે, ઝોહો હવે આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહ્યું છે.