ફેમસ ટાયર બનાવતી કંપની ₹6 ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર પર અધધ 600% ડિવિડન્ડ ચૂકવશે

|

Jun 24, 2024 | 7:34 PM

ભારતની સૌથી લોકપ્રિય ટાયર બ્રાન્ડ એપોલો ટાયર્સ કંપનીએ તેના રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરવામાં આવી છે.

1 / 5
Apollo Tyres Divided 2024- ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એપોલો ટાયરએ તેના રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. એપોલો ટાયરના ડિવિડન્ડના સમાચાર આવતાની સાથે જ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એપોલો ટાયર્સની બોર્ડ મીટિંગ 14 મે, 2024ના રોજ યોજાઈ હતી, જેમાં કંપનીએ ત્રિમાસિક પરિણામો તેમજ અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

2 / 5
Apollo Tyres Divided 2024 Record Date- એપોલો ટાયર્સ કંપની નાણાકીય વર્ષ 2024 માટે ₹6 ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર પર 600% સુધીનું ડિવિડન્ડ ચૂકવશે. આ માટેની રેકોર્ડ ડેટ 5 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. જો તમે પણ Apollo Tyres ના ડિવિડન્ડનો લાભ લેવા માંગો છો, તો તમારે 5 જુલાઈ, 2024 પહેલા આ કંપનીના શેર ખરીદવા પડશે.

3 / 5
Apollo Tyres Divided History- વર્ષ 2024 માટે એપોલો ટાયર્સનું આ પ્રથમ ડિવિડન્ડ છે. આમાં કંપની પ્રતિ શેર 6 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપશે. ગયા વર્ષે કંપનીએ બે વખત ડિવિડન્ડ આપ્યું હતું, જેમાંથી એક સ્પેશિયલ ડિવિડન્ડ હતું. બંને ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 14 જુલાઈ, 2023 હતી.વર્ષ 2023 માં, પ્રથમ ડિવિડન્ડ ₹5 પ્રતિ શેરના ભાવે આપવામાં આવ્યું હતું, અને બીજું ડિવિડન્ડ ₹4 પ્રતિ શેરના ભાવે આપવામાં આવ્યું હતું. વર્ષ 2022 માં, કંપનીએ માત્ર એક જ વાર ડિવિડન્ડ આપ્યું હતું જે પ્રતિ શેર 3.25 રૂપિયા હતું.

4 / 5
Apollo Tyres Share Price- એપોલો ટાયર્સનો શેર આજે રૂ.  500 પર ટ્રેડ થઈ રહ્યો છે. Apollo Tires એ છેલ્લા એક સપ્તાહમાં 15% સુધી અને છેલ્લા 1 વર્ષમાં 85% સુધીનું વળતર આપ્યું છે. અપોલો ટાયર્સનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 365 રહ્યો છે, જ્યારે 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 560 રહ્યો છે.

5 / 5
Apollo Tyres એ ભારતમાં બીજા નંબરની સૌથી લોકપ્રિય ટાયર બ્રાન્ડ છે. આ કંપની ઘણા પ્રકારના વાહનો માટે ટાયર બનાવે છે જેમાં બાઇક, સ્કૂટર, કાર, ટ્રક, બસ, કૃષિ, ઔદ્યોગિક, ખાસ, સાયકલ અને ઑફ-રોડ વાહનો વગેરેનો સમાવેશ થાય છે.

Published On - 6:59 pm, Mon, 24 June 24

Next Photo Gallery