
રિલાયન્સ કેપિટલ દેવાના બોજ હેઠળ દબાયેલી કંપની છે. રિલાયન્સ કેપિટલ પર રૂ. 40,000 કરોડથી વધુનું દેવું હતું. ભારે કટોકટી વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર 2021 માં વહીવટી મુદ્દાઓ અને ચુકવણી ડિફોલ્ટ્સને કારણે રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હટાવી દીધા હતા.

આ સાથે RBIએ નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓએ કંપની હસ્તગત કરવા ફેબ્રુઆરી 2022માં બિડ મંગાવી હતી. આ પછી, NCLTની મુંબઈ બેન્ચે જૂન 2023માં રિલાયન્સને હસ્તગત કરવા માટે ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સની યોજનાને મંજૂરી આપી હતી.
Published On - 11:37 pm, Thu, 21 March 24