બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલ જામનગરથી દ્વારકા પદયાત્રા કરી રહ્યા છે. વજન વધારે હોવાને કારણે કદાચ તેમને ચાલવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ પણ બને. પરંતુ શું તમે જાણો છો તેમનો આટલો વજન શા માટે છે ? થોડા વર્ષો પહેલા તેણે 108 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ તે પોતાનું વજન જાળવી શક્યો નહોતો. તેની પાછળનું એક મોટું કારણ તેની બીમારી છે, જેના કારણે તે પોતાના વજનને કાબૂમાં રાખી શકતા નથી.
અનંત અંબાણીને એક ગંભીર બીમારી છે જેના કારણે તેમનું વજન વધી રહ્યું છે. તેઓ લાંબા સમયથી આ ગંભીર બીમારીથી પીડિત છે જેનું મુખ્ય કારણ તેમનું વજન વધારો છે.
Toi ના અહેવાલ પ્રમાણે અનંત અંબાણી ક્રોનિક અસ્થમાથી પીડિત છે. આ કારણે, તેમને ઘણી એવી દવાઓ લેવી પડે છે જેના કારણે તેમના માટે તેમના વજનને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે.
આ દવાઓ વજનમાં વધારો કરે છે- અનંત અસ્થમાના નિયંત્રણ માટે સ્ટીરોઈડ દવાઓ લે છે. આ દવાઓના કારણે તે પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા નથી અને વધુ કેલરી સેવન કરે છે. તેથી તેમનું વજન વધે છે.
થોડા સમય પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. લોકો તેનું પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ બાદમાં દવાઓના કારણે તેનું વજન ફરી વધી ગયું હતું.
શું છે અસ્થમા ? : અસ્થમા એ ફેફસાં સંબંધિત ગંભીર બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ચેપ લાગે છે અથવા ફેફસાં કોઈ કારણસર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.
Published On - 11:56 am, Wed, 2 April 25