
આ અભિનેત્રી બીજી કોઈ નહી પણ બોલિવૂડની હસીના 'કેટરિના કૈફ' છે. ખરેખરમાં, કેટરિનાનું બાળપણ 18 અલગ અલગ દેશોમાં વિત્યું છે. જેના કારણે તે શાળામાં અભ્યાસ કરી શકી નહીં.

કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો. તે ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. જો કે, કેટરિનાનો ઉછેર તેની માતાએ એકલા હાથે કર્યો હતો.

અભિનેત્રીની માતા સોશિયલ એક્ટિવિસ્ટ રહી છે. જેના કારણે તેઓને ઘણા દેશોમાં જવું પડતું. કેટરિના જ્યાં પણ ગઈ ત્યાં તેની માતા સાથે જ જોવા મળતી હતી. આવી સ્થિતિમાં, અલગ અલગ દેશોમાં રહેવાને કારણે તેને શાળામાં જવાની તક ન મળી.

કેટરિનાએ ભલે ક્યારેય શાળામાં પ્રવેશ ન લીધો હોય પરંતુ તે શિક્ષિત છે. વાત એમ છે કે, ટ્યુટર કેટરિનાને અને તેના ભાઈ-બહેનને ભણાવવા માટે ઘરે આવતા હતા. ઘણા દેશોમાં રહી ચૂકેલી કેટરિના હવે ભારતમાં છે. તે ફિલ્મ જગતમાં કારકિર્દી બનાવવા માટે ભારત આવી હતી.

કેટરિનાએ મેરે બ્રધર કી દુલ્હન, અજબ પ્રેમ કી ગઝબ કહાની, ટાઈગર 3, બેંગ બેંગ, એક થા ટાઈગર, જબ તક હૈ જાન અને ધૂમ 3 જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે અને બોલિવૂડમાં પોતાની છાપ છોડી છે.

વર્ષ 2021માં અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરનાર કેટરિના કૈફે પ્રખ્યાતિની સાથે સાથે ઘણી સંપત્તિ પણ મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિનાની કુલ સંપત્તિ લગભગ 225 કરોડ રૂપિયા છે.